શોધખોળ કરો
Advertisement
અરવલ્લીમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 યુવકો ડૂબ્યા, બેનાં મોત
અરવલ્લીના ધનસુરાના ખડોલ પાસે નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 7 યુવકો ડુબી જતાં બેનાં મોત નીપજ્યા છે. કેસરપુરાના ગણેશનુ વિસર્જન કરવા જતી વખતે આ ઘટના બની હતી.
અરવલ્લી: અરવલ્લીના ધનસુરાના ખડોલ પાસે નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 7 યુવકો ડુબી જતાં બેનાં મોત નીપજ્યા છે. આ બે યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને એકને બચાવાયો છે. કેસરપુરાના ગણેશનુ વિસર્જન કરવા જતી વખતે આ ઘટના બની હતી.
એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તરવૈયાઓ દ્વારા ચાર યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે.
ઘટનાની જાણ થતાં એસપી, ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં છે. ઘટનાસ્થળે આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે દુર્ઘટનાના પગલે યુવકોના પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement