શોધખોળ કરો

Valsad: ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનની ખુલ્લી પોલ, આ જગ્યાએ મંદિરમાં ભણવા મજબૂર છે વિદ્યાર્થીઓ

વલસાડ: શિક્ષણનો સ્તર ઊંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને સ્કૂલ ચલે હમ અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે. પણ જમીની હકીકત કઈંક જુદી જ છે.

વલસાડ: શિક્ષણનો સ્તર ઊંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને સ્કૂલ ચલે હમ અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે. પણ જમીની હકીકત કઈંક જુદી જ છે. અલગ અલગ વિભાગોની ફાઇલમાં આ બાળકોના ભણવાના ઓરડા ખોવાઈ જાય છે. વલસાડ જિલ્લામાં કોઇક જગ્યાએ ટેરેસ પર તો કોઈક જગ્યાએ મંદિરમાં તો કોઈક જગ્યાએ દૂધની ડેરીમાં બાળકો ભણી રહ્યા છે. ત્યારે એક સ્લોગન એવું પણ બની શકે કે પઢને કા મકાન હોગા તો હી તો પઢેગા બચ્ચા. વલસાડમાં ઓરડાને લઈને એક ઘટના સામે આવી છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં આજે પણ શિક્ષણ સ્તરે હજુ પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ભદેલી ગામ એટલે દેશના માજી વડા પ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. નવાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 117 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે શાળામાં 8 ઓરડાઓ પૈકી 2 ઓરડાઓ ચાલુ છે. જેમાં એક આચાર્ય તથા શિક્ષકોની ઓફીસ છે ત્યારે બાળકોએ ખુલ્લામાં ન બેસવું પડે એ માટે આચાર્યની ઓફિસમાં ભણાવવામાં આવે છે. સાથે એક ઓરડામાં જ બંને ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે તો અન્ય ધોરણના બાળકોને ટેરેસ પર બેસાડવામાં આવે છે.

બાળકો વધુ હોવાના કારણે બે બેચમાં બાળકોને બોલાવવામાં આવે છે. સાથે ધોરણ 1 અને 2 , ધોરણ 3 અને 4 ના બાળકોને સાથે બેસાડીને પણ અભ્યાસ કરવામાં આવે છે. નવાપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં થતા શિક્ષણ વિભાગ દ્રારા વર્ષ 2018માં તોડી પાડવાની મજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે શાળા તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે પણ નવા મકાનની કોઈ પણ મજૂરી ન મળતા શાળાનું કામ હજુ પણ શરૂ કરાયું નથી. વારંવાર શાળા માટે સ્થાનિકો તથા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ સહિતના લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા શાળા બનાવવા માટે કોઈ પણ મંજૂરી ન મળતા બાળકોએ વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય તેવા આચાર્યની ઓફિસમાં અથવા ટેરેસ પર બેસી ભણવાનો વારો આવ્યો છે.

આઝાદીના આટલા વર્ષો  બાદ પણ રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી અનેક ગામોમાં આવી હાલત છે. શાળાના ઓરડાઓ જર્જરીત થઈ ગયા છે. આથી ક્યાંક બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. તો ક્યાંક ઓરડાના અભાવે ખુલ્લામાં બાળકોને અભ્યાસ કરવો પડે છે. પરંતુ આ બાળકો  ગામના મંદિરમાં અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. ધોરણ એકથી પાંચના બાળકોને ગામના મંદિરના ગર્ભગૃહમાં જ એક સાથે બેસાડવામાં આવે છે. અને એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે. આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. 

આથી શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે કે ગામમાં આ મોટી સમસ્યા છે.  શિક્ષકો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે શાળાના નવા ઓરડાઓ બનાવવામાં આવે. તો સૂકલ બારી ગામ કપરાડા તાલુકાનું છેવાડાનું ગામ છે. જ્યાં મોટાભાગે આદિવાસી વસ્તી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ માની રહ્યા છે કે તેમના ગામની શાળા જર્જરીત થઈ ગઈ હોવાથી બાળકોને એક સાથે ગામના મંદિરમાં જ અભ્યાસ કરાવવા મજબૂર થવું પડ્યું છે. આથી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે ગામમાં વહેલી તકે નવી શાળા બનાવવામાં આવે.

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા 758 ઓરડા વલસાડમાં મજુર કરવામાં આવ્યા છે જેની સંચાલન સમગ્ર શિક્ષા કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે જે પૈકી 375 ઓરડાના વર્ક ઓર્ડર અપાઈ ચુક્યા છે. 135 ઓરડા બનવવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. હાલ 135 ઓરડા ટેન્ડર પ્રક્રિયામાં છે અને 248 ઓરડા રી ટેન્ડર પ્રક્રિયામાં છે. સાથે સાથે જર્જરિત શાળાને લઈને બાળકોનું હિત જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. શાળાઓને કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધાઓથી સજજ કરવામાં આવી રહી હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે. પરંતુ હજુ પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં કેટલાક ગામોમાં પૂરતી સુવિધાઓ પહોંચી શકી નથી. આથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામની મંદિરમાં ચાલતી આ શાળાના અને વલસાડ તાલુકાના હિંગરાજ નવાપુરા ફળિયાની શાળાના  દ્રશ્યો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ ગામની શાળા નવી બને અને મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરવાનું નસીબ સાંપડે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget