શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? કઈ-કઈ જગ્યાએ પડી શકે છે છૂટો છવાયો વરસાદ? જાણો વિગત
હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદી ઝાપટાં રહેશે. જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી સહિત રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે. આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion