Valsad: હવે તમારા ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર, મોબાઈલની જેમ ગ્રાહકો વીજળીની જરુરિયાત મુજબ કરાવી શકશે રિચાર્જ
વલસાડ: કેન્દ્ર સરકાર દ્વારા હવે વીજ મીટરમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાવીને હવે જરૂરિયાત મુજબ રિચાર્જ કરીને ગ્રાહકો સ્માર્ટ મીટર થકી વીજ વપરાશ કરી શકશે.
વલસાડ: કેન્દ્ર સરકાર દ્વારા હવે વીજ મીટરમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાવીને હવે જરૂરિયાત મુજબ રિચાર્જ કરીને ગ્રાહકો સ્માર્ટ મીટર થકી વીજ વપરાશ કરી શકશે. આ અંગે ડિજીવીસીએલના એમ.ડી યોગેશ ચૌધરીએ વિગતવાર માહિતી એબીપી અસ્મિતાને આપી હતી.
નવી નવી ટેકનોલોજી આવતા જ પરિવર્તન પણ આવે છે અને ટેકનોલોજીના સહારે હવે ઘણી ચીજ વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે. હવેથી જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરવી હોય તો તે પણ શક્ય બનશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લાવવામાં આવી રહ્યા છે. જે થકી જરૂરિયાત પૂરતું રીચાર્જ કરાવી જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરી શકાશે. વલસાડ ડિજીવીસીએલ કચેરી ખાતે આવેલ એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 35 લાખ કરતા વધુ ગ્રાહકો છે અને જાન્યુઆરીમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવશે.
સૌ પ્રથમ અર્બન એરિયામાં આ મીટરો લગાવવા આવશે. પછી ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ મીટરો લગાવવા આવશે. આ મીટર થકી એક એપ્લિકેશન મારફતે અથવા તો અન્ય ડિજિટલ અને ફિઝિકલ પેમેન્ટ કરી શકાશે. આ સ્માર્ટ મીટર થકી જે ફરિયાદો આવે છે, જેમ કે વધુ બિલ આવવું, મીટર બંધ હોવા છતાં બિલ આવે. તેવી તમામ સમસ્યાનું નિરાકરણ આવી શકશે અને સાથે જ ગ્રાહક જરૂર પૂરતું રિચાર્જ કરી વીજ વપરાશ કરી શકશે.
આ મીટર લગાવવું ફરજીયાત રહેશે અને આ સ્માર્ટ મીટર માં એડવાન્સ રિચાર્જ પણ થઈ શકશે. આ સ્માર્ટ મીટર માત્ર પ્રીપેઈડમાં જ આવશે સાથે જ ગ્રાહકો સ્ક્રેજ કાર્ડ અથવા ડીજીટલ રીતે પણ રિચાર્જ કરાવી જરૂરિયાત પૂરતું વીજ વપરાશ કરી શકાશે.
પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી અને આસપાસના વિસ્તારને માળખાકીય સુવિધાઓ વિકસિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ બહુચરાજી તાલુકાના સાત ગામોની 825 હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ કર્યો છે. આ જાહેરાતથી યાત્રાધામ બહુચરાજીમાં આર્થિક પ્રવૃતિઓના વિકાસને વેગ મળશે. CMO દ્વારા X પર પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દુર્ગાષ્ટમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તેમજ તેની આસપાસના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામો સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને વેગ આપવાના હેતુથી બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે.