શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીની અધ્યક્ષતામાં મળી સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ બેઠક, ગોલ્ડ સ્કીમમાં મુકશે 6 કિલો સોનું
નવી દિલ્લી: શનિવારે દિલ્લીમાં પ્રધાનમંત્રીના નિવાસ્થાને 7 રેસકોસ રોડ પર નરેંદ્ર મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ સૂચન કર્યુ કે સોમનાથની આસપાસ ખોદકામ કરી ઐતિહાસિક કડીઓ શોધી કાઢવી જોઈએ. સાથે જ હાઈટેક ટેકનોલોજીથી સજ્જ દરિયાઈ આકર્ષણો પણ ઊભાં કરવાં જોઈએ.
બેઠકમાં સોમનાથના પૌરાણિક સ્થાપત્ય અને યાત્રાધામ તરીકે વિકસાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સ્થળને ટુરીસ્ટ સ્થળ તરીકે પણ વિકસાવાશે. તો સોમનાથમાં સીસીટીવી નેટવર્ક પણ વિકસાવાશે. સાથે જ કેંદ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 6 કિલો સોનું મુકવાનો પણ નિર્ણય લેવાયો છે. આ મીટીંગમાં નાદુરસ્ત તબિયતના કારણે કેશુભાઈ ગેરહાજર રહ્યા. જ્યારે ટ્રસ્ટી તરીકે પ્રથમવાર મીટીંગમાં હાજર રહેલા અમિત શાહને આવકારાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion