શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં સિઝનનો સરેરાશ કેટલા ટકા વરસાદ વરસ્યો ? જાણો વિગત
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 188 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 51 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધારે 105 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય-પૂર્વ ઝોનમાં સૌથી ઓછો 32.33 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો 89.61 ટકા વરસાદ નોંધાયો છે, તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 51.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 35.29 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 188 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં સાડા ત્રણ અને ભરુચના નેત્રંગમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી, દ્વારકા, ભાવનગર અને જૂનાગઢમાં વરસાદ નોંધાયો છે. અમરેલીમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ યથાવત છે.
હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીમાં 9 ઓગસ્ટે લો પ્રેસર સિસ્ટમ સક્રિય થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement