શોધખોળ કરો

Navsari: સ્ટેટ મોનીટરીંગ ટીમનો સપાટો, હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો 

નવસારી હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ ટીમે સપાટો બોલાવ્યો છે.  લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસની SMC ટીમે હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.

નવસારી:  નવસારી હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ ટીમે સપાટો બોલાવ્યો છે.  લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસની SMC ટીમે હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.  નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના નવજીવન હોટલ પાસેથી SMC ટીમે 50.40 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે.  ટેમ્પામાંથી લાખોનો દારૂ મળતા ચાલક ફારૂક મોઇલાની  ધરપકડ કરવામાં આવી છે. 

વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતના હાલોલ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પાયલોટિંગ કરનાર અલ્લારખા સહિત દારૂ ભરાવનાર, ટેમ્પો માલિક, દારૂ મંગાવનાર મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.  પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મહેસાણામાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું

મહેસાણાના કડી-થોળ રોડ પર આવેલી એન. કે. પ્રોટીન નામની કંપનીના પાર્કિંગમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું.  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. હરિયાણાના આ ટેન્કરમાં 37 લાખ, 18 હજારની કિંમતનો દારૂ લવાયો હતો. દારૂના જથ્થા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.  ખૂબ જ મોટા પ્રમાણમાં દારુ મળી આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ચોંકી ગયું હતું. હાલ તો દારુના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આટલો મોટો દારુનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. 

ભાવનગરમાંથી દારુનું ટેન્કર ઝડપાયું હતું

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને ભાવનગર જિલ્લામાં દારૂના ગુના શોધવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ભાવનગરના બુટલેગરે વિદેશી દારૂનું ટેન્કર મંગાવ્યું હતું. તેની બાતમી પોલીસની મળી હતી.  હરિયાણા પાસીંગનું સફેદ કલરનું ઓક્સિજન ટેન્કર ધોલેરા, પીપળીથી ભાવનગર તરફ જઈ રહ્યાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ધોલેરા-ભાવનગર હાઈવે પર ભડભીલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સાંજના ૭-૪૦ કલાકના અરસામાં  બન્ને બાજુ ઈનોક્સ એર પ્રોડક્ટ્સ, પાછળના ભાગે ઓક્સિઝન રેફ્રિજરેટેડ લિક્વિડ અને ઓક્સિજન લિક્વિડ લખેલું ટેન્કર  નં.એચઆર.૬૫.એ.૮૨૬૨ ટોલબુથ આગળ પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તેને રોકી ડ્રાઈવરને નીચે ઉતારી પૂછતાછ કર્યા બાદ દારૂનો ખૂબ મોટો જથ્થો હોવાની શખ્સે કબૂલાત આપી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ સનેશ પોલીસના બે કોન્સ્ટેબલને સ્થળ પર બોલાવી ડ્રાઈવરને પોલીસ જાપ્તામાં રાખી ટેન્કરને સનેશ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ જવાયું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
Embed widget