Repubic day 2023 Live Update: 74માં પ્રજાસત્તાક પ્રજાસત્તાક પર્વની બોટાદમાં ઉજવણી, આ અવસરે બોટાદને મળી ભેટ
Repubic day 2023 Live Update: રાજ્યકક્ષાએ બોટાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાને વિશેષ ભેટ આપી હતી
LIVE
Background
Repubic day 2023 Live Update:રાજ્યકક્ષાએ બોટાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ જિલ્લાને વિશેષ ભેટ આપી હતી. 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન આ જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. અઢી કરોડ રૂપિયા આ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા નગરોના વિકાસકામો માટે જિલ્લા કલેક્ટરને ફાળવાશે. ગ્રામ પંચાયતો-ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામો માટે અઢી કરોડ રૂપિયા જિલ્લા વિકાસ અધિકારીને ફાળવાશે.
Republic day 2023 Live Update: 74 માં પ્રજાસતાક પર્વની ઉજવણીના અવસરે મધદરિયે ફકાવ્યો તિરંગો
Republic day 2023 Live Updateઆજે દેશ 74 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સમુદ્રમાં રાષ્ટ્રધ્વજ લ્હેરાવી ને પ્રજાસ્તાકદીન ની અનોખી ઉજવણી કરવામા આવી હતી. પોરબંદર માં શ્રીરામ સી સ્વિગ કલબ દ્રારા છેલ્લા 25 વર્ષથી સ્વતંત્ર દિન અને પ્રજાસતાક પર્વના દિવસની સમુદ્રમાં ધ્વજ ફરકાવીને ઉજવણી કરાઇ છે. આજે સવારે કડકડતી ઠંડી વચ્ચે ચોપાટી ખાતેના દરીયામાં ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ, શ્રીરામ સ્વિમિંગ કલબની યુવા ટીમ દ્રારા દરીયા કિનારા થી 500 મીટર દુર દરીયામા જઈ અને રાષ્ટ્રધ્વજ લ્હેરાવી અને રાષ્ટ્ર ગાન કરાયુ હતું. દેશના યુવાનો સાહસિક બને અને લોકો એડવેન્ચર સ્પોર્ટનો લાભ લે તેવા હેતુસર વર્ષ માં 2 વખત સમુદ્રમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવે છે. આ અનોખા દ્વજવંદનને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમડ્યા હતા અને દ્વજને સલામી આપીને દ્વજવંદન કર્યુ હતું.

Republic day 2023 Live Update: ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, સી આર પાટિલે કર્યું ધ્વજવંદન
Republic day 2023 Live Update:આજે દેશ 74મું પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. અહીં ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે કર્યું ધ્વજવંદન કર્યું હતુ અને સાંસદ સભ્યો અને ધારાસભ્યો ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર હતા. ભાજપના વિવિધ સેલ અને મોરચાના પ્રમુખ પણ હાજર રહ્યાં હતા. ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપરસ્થિત રહ્યાં હતા.
Republic day 2023 Live Update: 74માં પ્રજાસત્તાક પર્વના અવસરે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદન
Republic day 2023 Live Update:ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે આજે ધ્વજવંદન કર્યું હતું અને ગુજરાતવાસીઓને 74માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. મંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણામાં તો મંત્રી પરસોતમ સોલંકી અમરેલી ખાતે અને
મંત્રી બચુભાઇ ખાબડ ખેડામાં અને મંત્રી પ્રફુલ પાનસીરિયા કચ્છમાં તેમજ મંત્રી ભિખુસિંહજી પરમાર સાબરકાંઠામાં 26મી જાન્યુઆરીની ધ્વજવંદન કર્યું હતું. મંત્રી કુંવરજી હળપતિ ભરૂચમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરતા ધ્વજ વંદન કરીને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી.
Republic day 2023 Live Update: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સુરતમાં કર્યું ધ્વજવંદન, તો રાઘવજી પટેલ જૂનાગઢ ખાતે કર્યું ધ્વજવંદન
આજે 74માં પ્રજાસત્તાક પર્વના અવસસરે સુરતમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ધ્વજવંદન કર્યું તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ ખાતે દ્વજવંદન કર્યું. રાઘવજી પટેલે જૂનાગઢ ખાતે કર્યાં દ્વજવંદન કર્યું તો કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા જામનગર ખાતે અને કેબિનેટ મંત્રી ડો કુબેર ડિંડોર દાહોદ ખાતે તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ભાવનગર ખાતે ધ્વજવંદન કર્યું હતું.