શોધખોળ કરો
Advertisement
આજથી ખુલશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દિવસ દરમિયાન કેટલા લોકોને અપાશે પ્રવેશ ? જાણો
કોરોના વાયરસની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
કેવડિયા: કોરોના વાયરસની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. આજથી દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
દરરોજ 500 પ્રવાસીઓને જ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓ માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ જ કરી શકાશે. ટિકિટ બારી પરથી રૂબરૂ ટિકિટ નહીં મળે. બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે અધિકૃત વેબસાઈટ પરથી ટિકિટ મળશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના જંગલ સફારી પાર્ક, રીવર રાફટિંગ,એકતા નર્સરી,કેક્ટ્સ ગાર્ડન,બટરફ્લાઈ ગાર્ડન,વિશ્વ વન ચિલ્ડ્રન પાર્ક, જેવા પ્રોજેકટો એક પછી એક શરૂ કર્યા બાદ આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ કરી દેવાયું છે.
સમગ્ર દિવસ દરમ્યાન કુલ 5 સ્લોટ રખાયા છે. સવારે - 8 થી 10,10 થી 12,12 થી 2,2 થી 4 અને 4 થી 6. પ્રત્યેક સ્લોટમાં - 500 પ્રવાસીને પ્રવેશ અપાશે. એન્ટ્રી ટિકિટ 400( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી વ્યુઇંગ ગેલેરી - 100 પ્રવાસી. સમગ્ર દિવસમાં - 2000 એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને 500 વ્યુઇંગ ગેલેરી પ્રવાસી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement