શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી, આ જિલ્લામાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે ધોધમાર

Rain in Saurashtra:લો પ્રેશર એરિયા ગુજરાત પરથી પસાર થતાં આ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આજથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું જોર વધશે.

Rain in Saurashtra:હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી આજથી સવારથી રાજકોટ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો.

બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, પાળીયાદ રોડ, ભાવનગર રોડ પર  પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા.  હવેલી ચોક, સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે. સાળંગપુર રોડ પાસે અંડરબ્રિજમાં  પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. બોટાદમાંથી પસાર થતી મધુમતી નદીમાં નવા નીર આવ્યા છે.

ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી

લો પ્રેશર એરિયા ગુજરાત પર આવશે, જેના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધી જશે. અહીં આ આવિસ્તારમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમા 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. આ સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.  અમદાવાદમાં પણ આજે વરસાદનું પ્રમાણ ખૂબ રહેશે, આ સિવાય સૌરાષ્ટ્રના જિલ્લામાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં પણ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે. વરસાદના આ રાઉન્ડમાં કેટલાક જગ્યા ભારે તો કેટલીક જગ્યાએ અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ  પડી શકે છે.

ખેડા, પંચમહાલ, દાહોદ,અરવલ્લી, મહિસાગરમાં પણ આજે વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે જો કે ત્યાં પણ મધ્યમ વરસાદ વરસતો રહેશે. આ સિસ્ટમ આગળ વધતા કચ્છમાં પણ આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી રહેતા બાદ વરસાદનું પ્રમાણ ઘટશે. વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આ રાઉન્ડમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

ભારે વરસાદ ક્યાં પડશે

બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી,મહિસાગર,કચ્છ,મોરબી, સુરેન્દ્રનગર,અમદાવાદ, ખેડા,દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, આ તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ હળવાથી મઘ્યમ વરસાદ વરસતો રહેશે, ટૂંકમાં આગામી 2ણ દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Embed widget