શોધખોળ કરો

અભ્યાસ અર્થે વિદેશ જતા રાજ્યના વિદ્યાર્થીઓને વેક્સીનેશનમાં અપાશે પ્રાથમિકતા

સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોરોના  વેક્સીનેશનમાં પ્રાથમિક્તા અપાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિધાર્થીઓને વેક્સીનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વૅક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફૉર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે.

કોરોના વાયરસની રફતાર ધીમી પડી

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 264, વડોદરા કોપોરેશન 212,   સુરત કોપોરેશન 155,   વડોદરા 115,રાજકોટ કોર્પોરેશન 82,  પોરબંદર 71, જુનાગઢ 70,   સુરત 62,  ગીર સોમનાથ 45, રાજકોટ 45, નવસારી 44,  જામનગર કોર્પોરેશન 43, ભરૂચ 41, આણંદ 36, પંચમહાલ 34, ખેડા 33, વલસાડ 32, બનાસકાંઠા 30, કચ્છ 30, અમરેલી 28, દેવભૂમિ દ્વારકા 22, જામનગર 22,  સાબરકાંઠા 21,  જૂનાગઢ કોર્પોરેશન 15, મહેસાણા 17, અરવલ્લી 13,   ભાવનગર કોર્પોરેશન 12,  ગાંધીનગર કોર્પોરેશન 12, મહીસાગર 12, ભાવનગર 10, પાટણ 10, ગાંધીનગર 9, અમદાવાદ 6, દાહોદ 6,  છોટા ઉદેપુર 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4,  તાપી 4, મોરબી 1 બોટાદ 0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1681   નવા કેસ નોંધાયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
Tata Punch Facelift નું કયું વેરિઅન્ટ છે પૈસા વસૂલ? ખરીદતા પહેલા જાણીલો તમામ ડિટેલ્સ
Tata Punch Facelift નું કયું વેરિઅન્ટ છે પૈસા વસૂલ? ખરીદતા પહેલા જાણીલો તમામ ડિટેલ્સ
Embed widget