શોધખોળ કરો

મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 

વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. સતત વધી રહેલા પેટ્રોલ- ડિઝલના ભાવની અસર હવે જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ પડવા લાગી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી શાકભાજી મોંઘા થયા છે.
  • ગરમીથી પાકને નુકસાન, ઉત્પાદન ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો.
  • મોટાભાગના શાકભાજી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુ વેચાય છે.
  • મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ખરીદી મુશ્કેલ બની.

વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. સતત વધી રહેલા પેટ્રોલ- ડિઝલના ભાવની અસર હવે જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ પડવા લાગી છે. એક તરફ આકરી ગરમીના કારણે આવકમાં ઘટાડો અને બીજી તરફ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વચતા હવે શાકભાજીના ભાવ પણ ભડકે બળ્યા છે. હાલમાં મોટાભાગના શાકભાજી પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયા છે. એક તો આકરા તાપમાં તૈયાર શાકભાજીનો પાક બળી જતા ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેના કારણે શાક મોંઘુ જ હતું. તેમાં ઈંધણના ભાવ વધતા હવે  ભાવમાં વધુ ઉછાળો આવ્યો છે. શાકભાજીના ભાવ 100ને પાર થતા ગૃહિણીઓના બજેટ પર માઠી અસર પડી છે. હાલમાં બજારમાં ટીંડોળાના ભાવ પ્રતિ કિલો 160 પર પહોંચી ગયા છે. જ્યારે ફણસી પ્રતિ કિલો 200 રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે પરવર 120, ચોળી 208, ગવાર 100 અને ભીંડાના ભાવ પ્રતિ કિલો 120 પર પહોંચ્યા છે. હાલમાં માત્ર રવૈયા અને ટામેટા જ ગૃહિણીઓને પ્રતિ કિલો 100થી ઓછા ભાવે મળી રહ્યા છે.

પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રાજ્યમાં શાકભાજી ઉપર પડી રહી છે એક તરફ ગરમી ત્યારે બીજી તરફ શાકભાજીની આવક ઓછી થતા તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે... જોકે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાના કારણે વેપારીઓને શાક મોંઘુ પડી રહ્યું છે ગરમી હોવાના કારણે શાકભાજીના પાક બળી જવાના કારણે બગડી જાય છે જેથી કરીને આવક ઘટતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના શાકભાજી 100 ને પાર જોવા મળી રહ્યા છે . ત્યારે આ શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર માઠી અસર પડી રહી છે.  ગૃહિણીઓ આ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઊઠી છે.

આ પણ વાંચોઃ મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

અનાજથી લઈને ફળો અને શાકભાજી સુધીની દરેક વસ્તુના વધતા ભાવે લોકોના બજેટને ખોરવી નાખ્યું છે. મહિલાઓ રસોડાના વધતા બજેટથી ચિંતિત છે. દરમિયાન, વધતા ભાવોને કારણે સામાન્ય ગ્રાહકો માટે તેમના ઘરના ખર્ચને સંતુલિત કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. મધ્યમ અને શ્રમજીવી પરિવારો ખાસ કરીને પ્રભાવિત થયા છે. લોટ, કઠોળ, ખાદ્ય તેલ, મસાલા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અગાઉના ભાવોની સરખામણીમાં વધ્યા છે.  ફળો અને શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે જે રકમમાં એક અઠવાડિયા ચાલે તેટલો કરિયાણાનો સામાન અને શાકભાજી ખરીદતી હતી તે જ વસ્તુઓ ખરીદવા માટે હવે વધુ ખર્ચ થાય છે.

Frequently Asked Questions

શાકભાજીના ભાવ વધવાનું મુખ્ય કારણ શું છે?

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. ઉપરાંત, આકરી ગરમીના કારણે શાકભાજીના પાકને નુકસાન થતા ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

શાકભાજીના ભાવ વધારાની ગૃહિણીઓ પર શું અસર થઈ રહી છે?

મોટાભાગના શાકભાજીના ભાવ ₹100 પ્રતિ કિલોને પાર કરી ગયા હોવાથી ગૃહિણીઓના બજેટ પર માઠી અસર પડી છે અને તેઓ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે.

હાલમાં કયા શાકભાજીના ભાવ ઘણા ઊંચા છે?

હાલમાં ટીંડોળા ₹160, ફણસી ₹200, ચોળી ₹208, પરવર ₹120, ગવાર ₹100 અને ભીંડા ₹120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

કયા શાકભાજી હાલમાં ₹100 થી ઓછા ભાવે મળી રહ્યા છે?

હાલમાં માત્ર રવૈયા અને ટામેટા જ ગૃહિણીઓને પ્રતિ કિલો ₹100 થી ઓછા ભાવે મળી રહ્યા છે.

ટોપ સ્ટોરી

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget