શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surendranagar : ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી નાંખી હત્યા, શું છે કારણ?

સાયલા તાલુકાના ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ભાજપના કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ભાજપના કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજયું છે. જેને કારણે આ ગુનો હત્યામાં પરિણમ્યો છે. 

અંદાજે ૧૫થી વધુ અજાણ્યા શખ્શોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો તેમજ ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, સુદામડાના સરપંચના ઉમેદવાર સહિત 2 સાથીદારો ફોર્મ ચકાસણી બાદ બોલેરોમાં સુદામડા જઇ રહ્યા હતા. આ સમયે ડમ્પર સાથે અકસ્માત કરીને કેટલાક શખ્સોએ કુહાડી, ધારીયુ અને લાકડી લઇને હુમલો કરી દીધો હતો. જેમાં 5 યુવાનોને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા. 

આ હુમલામાં સરપંચના ઉમેદવાર કરમણભાઇ આલાભાઇ ખાંભલા, ખેંગારભાઇ, કરશનભાઇ, અરજણભાઇ ખીમાભાઇ, બીજલભાઇ હાથીયાભાઇ પર હુમલો થયો હતો. આ હુમલામાં ખેંગારભાઇ, કરશનભાઇ અને કરમશીભાઇને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સાયલા લઇ જવાયા હતા. જેમાં ખેંગારભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં તેમનુ સારવાર દરમિયાન નિધન થયું છે.  

નર્મદાઃ રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલરે ગઈ કાલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.  કોર્પોરેટર નામદેવ દવે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પત્ની અને પુત્રી વડોદરા હતા ત્યારે આપઘાત કર્યો હતો. પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક પાલિકા સભ્યની પત્નીની ફરિયાદને આધારે રાજપીપળા પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નામદેવ દવે એ રાજપીપળા સ્થિત પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે આપઘાત કર્યો ત્યારે એમની પત્ની અને પુત્રી રાજપીપળામાં હાજર નહોતા.

આપઘાતની જાણ થતાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ ફૂલદીપ સિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં દોડી આવ્યા હતા. પાડોશીઓ નામદેવ દવેને તુરંત રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જો કે હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા હતા. રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે નામદેવ દવેના મૃતદેહને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાયા બાદ પરિવારજનોને સોંપણી કરાઈ હતી. નામદેવ દવેની પત્નીની ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget