શોધખોળ કરો

વઢવાણ-લખતર હાઇવે પર ભયાનક અકસ્માત: બે કાર વચ્ચે અથડામણ બાદ આગ, બે બાળકો સહિત 8ના મોત, મૃતકોના નામ આવ્યા સામે

સુરેન્દ્રનગર જિલ્લામાં એક માર્ગ અકસ્માતે ભારે હાહાકાર મચાવ્યો છે. વઢવાણ-લખતર હાઇવે પર થયેલી આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે બચાવ કામગીરી શરૂ થાય તે પહેલા જ 8 લોકોએ જીવ ગુમાવ્યો.

Surendranagar Lakhtar highway accident: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર Swift Dzire અને Tata Harrier વચ્ચે થયેલી ધડાકાભેર અથડામણ બાદ એક કારમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે બાળકો સહિત કુલ 8 લોકો જીવતા ભૂંજાયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

વઢવાણ-લખતર હાઇવે પર થયેલા અકસ્માતમાં 8 લોકોના કરુણ મોત થયા છે, જે એક જ પરિવારના સગા-સંબંધીઓ હતા. Swift Dzire કારમાં સવાર આ લોકો કડુથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી Tata Harrier કાર સાથે તેમની કાર અથડાઈ. અથડામણ બાદ Dzire કાર રોડની સાઈડમાં ખાબકી અને તરત જ આગની લપેટમાં આવી ગઈ. કારમાં સવાર તમામ 8 લોકો, જેમાં 13 વર્ષની કિશોરી અને 10 માસની બાળકીનો પણ સમાવેશ થાય છે, આગમાં જીવતા ભૂંજાયા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

આ અકસ્માત ઝમર અને દેદાદરા ગામ વચ્ચે થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, એક કાર ઓવરટેક કરવાના પ્રયાસમાં આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. Swift Dzire કાર, જેમાં ઝીઝર ગામ અને કડુ ગામના સગા-સંબંધીઓ સવાર હતા, તે કડુથી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી. તે જ સમયે, સામેથી આવતી Tata Harrier કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી ભયંકર હતી કે Swift Dzire કાર રોડ પરથી નીચે ઊતરી ગઈ અને તેમાં તરત જ આગ ફાટી નીકળી.

મૃતકોના નામ

આગના કારણે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. પરિણામે, બે બાળકો સહિત 8 લોકો આગમાં જીવતા ભૂંજાયા. મૃતકોના નામ નીચે મુજબ છે:

  1. મીનાબા વિરેન્દ્રસિંહ રાણા
  2. કૈલાબા જગદીશસિંહ ચુડાસમા (55 વર્ષ)
  3. રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા (47 વર્ષ)
  4. દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (32 વર્ષ)
  5. નીતાબા ભગીરથસિંહ જાડેજા (53 વર્ષ)
  6. પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (35 વર્ષ)
  7. રિદ્ધિબા પ્રતિપાલસિંહ (ઉંમર 13)
  8. દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ (ઉંમર 10 માસ)

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને લખતર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'

વિડિઓઝ

Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Embed widget