કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું શંકાસ્પદ મોત, છાતીમાં ગોળી વાગેલી હાલતમાં કારમાંથી મળ્યો મૃતદેહ
કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સગા ભાણેજનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પાસે વાડી વિસ્તારમાં હોન્ડા કારમાંથી 23 વર્ષીય અક્ષય લોનચાનો મૃતેદહ મળી આવ્યો હતો.
કચ્છઃ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સગા ભાણેજનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પાસે વાડી વિસ્તારમાં હોન્ડા કારમાંથી 23 વર્ષીય અક્ષય લોનચાનો મૃતેદહ મળી આવ્યો હતો. અક્ષયને છાતીના ભાગે ગોળી વાગી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને કારમાંથી એક રિવોલ્વર પણ મળી આવી છે. શું અક્ષયે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસને અક્ષયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક અક્ષય સાંસદ વિનોદ ચાવડાના મોટા બહેનનો પુત્ર છે.કારમાંથી તેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યાની જાણ થતાં જ સાંસદ વિનોદ ચાવડા નખત્રાણા પહોંચ્યા હતા. તાજેતરમાં જ અક્ષય અમેરિકાથી પોતાનો ડોક્ટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,166 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 151 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 147 સ્ટેબલ છે.અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,166 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, તાપીમાં અને રાજકોટ કોર્પોરેશનમાં એક નવો કેસ નોંધાયો હતો.