શોધખોળ કરો

‘કૃષ્ણ તો ગોવાળીયો હતો’ નિવેદનને લઈને સ્વામીનારાયણના સાધુ ધર્મવલ્લભદાસે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું......

વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કહી રહ્યાં છે કે, કૃષ્ણ ભગવાન હતા? પાંડવોએ પૂજ્યો, વર્ણશંકર એવા પાંચ પાંડવે પૂજ્યા એટલે ભગવાન થઈ ગયા.

અમદાવાદઃ મોરારી બાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ધર્મવલ્લભનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વામી ધર્મવલ્લભ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતાં જોવા મળ્યા, તેમણે પોતાના પ્રવચનમાં પાંડવોને વર્ણશંકર ગણાવ્યાં હતા. આ વીડિયો વાયરલ થયા બાદ આહિર સમાજ રોષે ભરાયો છે. જોકે હવે ધર્મવલ્લભદાસે આ મામલે ખુલાસો કર્યો છે. વીડિયો વાયરલ થતા જ આહિર સમાજના યુવાનો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યાં અને વિરોધ નોંધાવ્યો હતો. આહિર સમાજના યુવાનો દ્વારા સ્વામી ધર્મવલ્લભ માફી માગે તેવી માંગ સાથે નારેબાજી કરવામાં આવી હતી. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ સાધુ ધર્મવલ્લભદાસે એક વીડિયોના માધ્યમથી એક જાહેર ખુલાસો આપીને કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી શ્રદ્ધા. તેમણે કહ્યું હતું કે હું જે બોલ્યો તે ભગવાન કૃષ્ણ વિશે દાનવ શિશુપાલે કહેલી વાત હતી અને હું ભક્તોને તેના માધ્યમથી સમજાવી રહ્યો હતો કે દાનવોએ ભગવાન કૃષ્ણ વિશે કેવા કેવા પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કહી રહ્યાં છે કે “કૃષ્ણ ભગવાન હતા? પાંડવોએ પૂજ્યો, વર્ણશંકર એવા પાંચ પાંડવે પૂજ્યા એટલે ભગવાન થઈ ગયા. મધના પૂડા ઉખેડ્યાં એટલે મધુસૂદન કેવાયા શું ઉપમાં આપી છે. ગોવાળિયો છે લાકડી લઈને વાછરડા ચારતો હતો. આ પરંપરા ઉપરથી નીચે સુધી ચાલી આવી છે.” જોકે બાદમાં તેમણે ખુલાસો કરતો એક વીડિયો જાહેર કર્યો જેમાં તેમણે કહ્યું કે, “વ્હાલા ભક્તજનો મારી કથાનો એક ટૂકડો છૂટો પાડી તેને રજૂ કરાયો છે એ અંગે ખુલાસો કરું છું. હું સુરત ગુરૂકુળમાં હતો ત્યારે વચનામૃત આપી રહ્યો હતો. એ વખતે જ્યારે મેં શિશુપાલે ભગવાન વિશે આપેલું નિવેદન હું બોલ્યો હતો. શિશુપાલ બોલ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નહોતા એ તો ગોવાળિયા હતા. પાંડવો વર્ણશંકર હતા. આવું શિશુપાલ બોલ્યો હતો તેના વિશે હું વચનામૃત આપી રહ્યો હતો. આથી કોઈ ભક્તો તેને અવળી રીતે ન લે. દરેક સ્વામીનારાયણ મંદિરમાં જનમાષ્ટમીના તહેવાર ઉજવાય છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. આથી કોઈ પણ ભક્તો આ બાબતને ખોટી રીતે ન લે તેવી પ્રાર્થના'
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ

Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

Embed widget