શોધખોળ કરો
Advertisement
ગુજરાતના સ્ટાર ક્રિકેટરના પત્ની જોડાયા ભાજપમાં, જાણો કોણ છે
જામનગરઃ ગુજરાતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને જામનગરના સાંસદ પૂનમ માડમની હાજરીમાં રીવાબાએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જામનગર ભાજપ કાર્યાલયમાં ખેસ પહેરાવી રીવાબાનું પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિન્દ્ર જાડેજા હાલ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી રમી રહ્યો છે. થોડા મહિનાઓ પહેલા કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરાયા હતાં. તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ત્યારથી જ ભાજપમાં જોડાવાની અટકળો થતી હતી.
ભાજપમાં સામેલ થયા બાદ શું કહ્યું ?
રીવાબાએ પક્ષમાં સામેલ થયા બાદ કહ્યું કે, ભાજપ અને વડાપ્રધાનની જે મારા પરથી જે અપેક્ષા હશે તે હું પુરૂી કરીશ. હું સમાજ સેવા અને યુવા ચહેરા તરીકે જોડાઈ છું. ચૂંટણી લડવા અંગે ભાજપ અને વડાપ્રધાન મોદી નક્કી કરે છે, મારી અપેક્ષા નથી. અમે જયારે વડાપ્રધાન મોદીને મળ્યા ત્યારે તેમની સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે યુવા પ્રતિભા તરીકે તમે આગળ આવો અને સમાજ સેવા કરો, ત્યારબાદ અમે તેમની સાથે વાતચીત કરી અને મારો વિચાર જણાવ્યો હતો. વડાપ્રધાન કહ્યું હતું કે આગળ વધો હું તમારી સાથે છું. જોકે, હજુ સુધી રીવાબા ચૂંટણી લડશે કે નહીં તે જાહેર થયું નથી પરંતુ તેમના ભાજપ પ્રવેશથી આ અટકળોને વેગ મળ્યો છે.
Jamnagar: Rivaba Jadeja, wife of cricketer Ravindra Jadeja joined BJP in presence of Gujarat Agriculture Minister R C Faldu and MP Poonam Madam earlier today. #Gujarat pic.twitter.com/d6GV1DM2Dv
— ANI (@ANI) March 3, 2019
મિકેનિકલ એન્જિનિયર છે રીવાબા
રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિક્લ એન્જિનિયર છે અને લગ્ન પહેલાં યુપીએસસીની તૈયારી કરતાં હતાં. લગ્ન પહેલાં રીવાબા ક્રિકેટ જોતાં નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે.
ગુજરાતી-અંગ્રેજી પર છે સારું પ્રભુત્વ
ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ ધરાવે છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી.
રીવાબા-રવિન્દ્રને સંતાનમાં છે એક પુત્રી
રીવાબા અને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ 7 જુનની રાત્રે 1.16 વાગે નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેનું નેચર ડાઉન ટુ અર્થ છે.
વાંચોઃ ભારતની એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત ? જાણો વિગત
રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે. હાલ તેમનો પોશ વિસ્તારમાં ભવ્ય બંગલો બની રહ્યો છે. હરદેવસિંહને સંતાનમાં રીવાબા એક માત્ર સંતાન છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.
વાંચોઃ INDvAUS: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, રોહિત-સચિનને રાખ્યા પાછળ
વાંચોઃ ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકોર્ડ, એક વન ડે સીરિઝમાં સૌથી વધારે છગ્ગા મારવાનો રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion