Gujarat Weather: તાપમાનનો પારો ઉંચકાશે, આ વિસ્તારમાં હિટવેવના અનુમાન સાથે અપાયું યલો એલર્ટ
Gujarat Weather: રાજ્યમાં હવે ધીરે ધીરે તાપમાનનો પારો ઉંચકાતા અકળાવી દેતી ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે.

Gujarat Weather:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 14 માર્ચ બાદ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ જશે.દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીને લઇને યલો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. ..આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાપમાન ઉચકતા ગરમી વધશે,.હાલમાં ગુજરાત ઉપર ઉત્તર-પશ્ચિમ તથા ઉત્તર દિશા તરફથી પવન આવી રહ્યા છે...તેથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમીને લઇને હવામાન વિભાગે પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે, જેને કારણે બફારાનો અનુભવ થશે.
હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ગરમી પડવાની શક્યતાને પગલે હીટવેવની ચેતાવણી અપાઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં પણ હિટવેવનું અનુમાન છે. અહીં 11 માર્ચથી ગરમી વધવાની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે....શનિવારે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 39.3 ડિગ્રી નોંધાયું છે.અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી, વડોદરામાં 37.6 ડિગ્રી અને સુરતમાં 37.2 ડિગ્રી નોંધાયું....તો અમરેલી, ભુજ, ડીસા, ડાંગ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 38 ડિગ્રી પર પહોંચ્યો છે.
દિલ્હી-એનસીઆરમાં હવે હવામાન બદલાઈ રહ્યું છે. ટૂંક સમયમાં ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. રવિવારે જ મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. ઉત્તરાખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 9 થી 13 માર્ચ દરમિયાન તાપમાનમાં ઝડપથી વધારો થશે. દિવસ દરમિયાન તાપમાન 31 થી 35 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 9 થી 13 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. પવનની ગતિ ઓછી રહેશે.
હવામાન વિભાગ (IMD)નો અંદાજ છે કે રવિવાર (9 માર્ચ)થી દિલ્હી-NCRમાં તાપમાન ઝડપથી વધશે. હોળી સુધી મહત્તમ તાપમાન 31 થી 35 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ટૂંક સમયમાં લોકો દિવસ દરમિયાન પંખા ચલાવવાની જરૂરિયાત અનુભવી શકે છે. લઘુત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળશે. આગામી સપ્તાહમાં દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. આકાશ વાદળછાયું રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહાડોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે, સોમવારથી બુધવાર સુધી આકાશ હળવા વાદળછાયું રહેવાની સંભાવના છે.




















