શોધખોળ કરો

Budget Session: ફેબ્રુઆરીમાં મળશે ગુજરાત વિધાનસભાનું ટુંકાગાળાનું બજેટ સત્ર, આ દિવસે રજૂ થઇ શકે છે બજેટ-2024

ગુજરાત વિધાનસભાને લઇને હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, આ વખતે નવા વર્ષે બજેટ સત્રની શરૂઆત બહુ જલદી થઇ શકે છે

Gujarat Budget Session 2024: ગુજરાત વિધાનસભાને લઇને હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, આ વખતે નવા વર્ષે બજેટ સત્રની શરૂઆત બહુ જલદી થઇ શકે છે. માહિતી પ્રમાણે, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે. વિધાનસભામાં આ બજેટ સત્રની શરૂઆત આગામી 2જી ફેબ્રુઆરીથી થશે, અને 3જી ફેબ્રુઆરીએ વિધાનસભામાં વર્ષ 2024-2025નું બજેટ પણ રજૂ થઇ શકે છે. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, નવા વર્ષે મળનારા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો સમયગાળો ટુંકો હશે, એટલે કે આ વખતે બજેટ સત્ર માત્ર 15 થી 20 દિવસ હોઇ શકે છે. 

જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું ‘ઓપરેશન લોટસ પાર્ટ 2’, પંચાયતોના સભ્યોને પણ BJPમાં જોડાશે

લોકસભા ચૂંટણી 2024 અગાઉ ગુજરાતમાં ભાજપે ‘ઓપરેશન લોટસ’ શરૂ કરી દીધું છે. ગઇકાલે કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે. અગાઉ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે સંકલ્પ કર્યો હતો કે  લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવી છે. ટાર્ગેટ એવો છે કે, વિપક્ષના લોકોને ભાજપમાં જોડવા પડશે. કારણકે દરેક લોકસભા બેઠકમાં અંદાજિત 8.5 લાખથી 9 લાખ જેટલા મત છે. તેમાં 5 લાખની લીડ મેળવવી એટલે ત્રણ ભાગના મત ભાજપને મળે તો શક્ય છે. 5 લાખની લીડનો સંકલ્પ પૂર્ણ કરવા ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન લોટસ બે તબક્કામાં પાર પડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પહેલો તબક્કો ગયા સપ્તાહથી શરૂ થયો છે. પહેલા તબક્કામાં વિપક્ષના સીટિંગ MLAને રાજીનામા આપવી ભાજપમાં જોડાવાનું આયોજન છે.  ડિસેમ્બરના અંત સુધી કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ તબક્કો ચાલશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઓપરેશન લોટસનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં વિપક્ષના તાલુકા - જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોને ભાજપમાં ભેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં અંત સુધીમાં આ તબક્કો પણ પૂર્ણ કરવામાં આવશે.

તાલુકા - જિલ્લા પંચાયતના વર્તમાન અને પૂર્વ સભ્યોને ભાજપમાં જોડવામાં આવશે. વર્તમાન ધારાસભ્યોની જેમ પૂર્વ ધારાસભ્યોની કમલમમાં વેલકમ પાર્ટી થશે. કોંગ્રેસના પૂર્વ સાંસદો પણ ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપમાં જોડાશે.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. આજે કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget