Gandhinagar: કલોલમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારને કોર્ટે આપી ફાંસીની સજા, ત્રણ જેટલી બાળકીને બનાવી ચૂક્યો હતો હવસનો શિકાર
ગાંધીનગર: કલોલ કોર્ટે બળાત્કારના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 5 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર આરોપને ફાંસીની સજા ફટકારી છે. કલોલના વસાજડા ગામે બનેલી દુષ્કર્મની ઘટનામાં કલોલ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.
ગાંધીનગર: કલોલ કોર્ટે બળાત્કારના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 5 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર આરોપને ફાંસીની સજા ફટકારી છે. કલોલના વસાજડા ગામે બનેલી દુષ્કર્મની ઘટનામાં કલોલ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. ક્લોલ કોર્ટે આરોપી વિજયજી પોપટજી ઠાકોરને ફાંસીની સજા સંભળાવી છે. જેમાં સરકાર તરફથી ભોગ બનનાર 5 વર્ષની દીકરીને 5 લાખની સહાય જાહેર કરી છે. આરોપી 27 વર્ષનો પરણિત યુવક હતો પણ તે માનસિક વિકૃત હતો. આ નરાધમે ત્રણ જેટલી બાળકીને ભોગ બનાવી હતી. અગાઉના 2 કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. 5 વર્ષની બાળકીના દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા આપવામાં આવી છે.
અંગ દઝાડતી ગરમી વચ્ચે રાજ્યમાં 24 કલાક વરસાદની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. 24 કલાક દરમિયાન છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કારણે વરસાદની આગાહી છે. સૌથી વધુ 40 ડિગ્રી અમરેલીમાં જયારે અમદાવાદમાં 39 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં જ ગરમીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. પહેલેથી જ આકરો તડકો લોકોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તે જ સમયે, પર્વતીય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.
માર્ચ મહિનામાં કમોસમી વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર તાપમાનમાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ શરૂ છે.
વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા