Valsad: ભાજપના કાર્યકરના અગ્નિસંસ્કાર કરીને પરિવાર આવ્યો ત્યાં પત્નિનું મોત થતાં કલાકમાં ફરી સ્મશાને જવું પડ્યું...........
બાબુભાઈને ફેફ્સામાં ભારે ઇન્ફેક્શન થવાને કારણે ગયા શનિવારે બપોરે બે વાગ્યે નિધન થયું હતું.
સેલવાસ બળદેવી ખાતે પતિની ચિતા ઠંડી પડે એ પહેલા જ પત્નીનું કોરોનાની સારવાર દમરિયાન મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સેલવાસા બળદેવી નવાળા ફરિયામાં રહેતા અને ભાજપના કાર્યકર્તા એવા બાબુભાઈ એટલે કે ઈશ્વરભાઈ સંજયભાઈ પટેલની 25-26 એપ્રિલની આસપાસ તબિયત બગડી હતી. તેમને વાપી અને બાદમાં સેલવાસાની એક ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઘઠી જતા તેમને સેલવાસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બાબુભાઈને ફેફ્સામાં ભારે ઇન્ફેક્શન થવાને કારણે ગયા શનિવારે બપોરે બે વાગ્યે નિધન થયું હતું. આ દમરિયાન તમના પત્ની પણ સેલવાસા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમને પણ ફેફ્સામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. હજુ તો પતિની ચિતા ઠંડી પડી પણ ન હતી ત્યાં જ એ જ દિવસે રાત્રે 11 કલાકે તેમના પત્ની લીલાબેન બાબુભાઈ પટેલનું પણ નિધન થયું હતું.
આમ એક જ દિવસમાં ઘરમાં પતિ અને પત્નીનું નિધન થતાં સમગ્ર બાળાદેવી ગામમાં શોકમાં ફેરવાઈ ગયું હતું. બાબુભાઈને પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. દીકરીના લગ્ન થઈ ગયા છે. દીકરો કુંવારો છે. બાબુભઈ 10 વર્ષથી ભાજપના બાળદેવી ખાતેના કાર્યકર્તા હતા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.