આ તારીખથી રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે, ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
26 જુલાઈએ ઓરિસના ડીપ ડિપ્રેશન બનશે જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. મધ્યપ્રદેશ અને રાજ્સ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી 30 જુલાઈથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. તેમનું કહેવું છે કે, આજે રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડશે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થશે તો ગુજરાતમાં સારા વરસાદના સંજોગો બને છે.
અંબાલાલ પટેલ અનુસાર 26 થી 28 જુલાઈ દરમ્યાન દેશના પશ્ચિમ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. મુંબઈ મહારાષ્ટ્રમાં 400 mm વરસાદ થશે. આહવા, ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. 30 જુલાઈથી 5 ઓગસ્ટમાં દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે.
26 જુલાઈએ ઓરિસના ડીપ ડિપ્રેશન બનશે જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. મધ્યપ્રદેશ અને રાજ્સ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો રહેશે. બંગાળના ઉપસારગરમ અને અરબ સાગરમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના ભિલોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ
- ગણદેવી, વાંસદામાં વરસ્યો બે બે ઈંચ વરસાદ
- વલસાડ, વઘઈ, ભરૂચમાં પોણા બે ઈંચ વરસાદ
- ડોલવણ, આહવા, ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ
- ઝઘડીયા, આમોદ, કોડીનારમાં એક એક ઈંચ વરસાદ
- સોજીત્રા, સાગબારા, ઉના, ચીખલીમાં એક એક ઈંચ વરસાદ
- સુરતના માંડવી, જેસર, વિસાવદર, સુબિરમાં પોણો પોણો ઈંચ વરસાદ
- તારાપુર, ડેડીયાપાડા, વડાલીમાં પોણો પોણો ઈંચ વરસાદ
- ધોલેરા, નેત્રંગ, કરજણ, લખતરમાં અડધો અડધો ઈંચ વરસાદ
- મહુવા, વાલોડ, મેંદરડા, જલાલપોર, જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ
- ઓલપાડ, ગોંડલ, બાબરા, વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 72.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.