રાજ્યમાં ધાર્મિક, સામાજિક પ્રસંગોમાં ડી.જે વગાડવાની સરકારે આપી મંજૂરી, જાણો ગણેશ વિસર્જનમાં કેટલા લોકો રહી શકશે હાજર?
તે સિવાય પરિપત્ર અનુસાર 15 વ્યક્તિની મર્યાદામાં ગણેશ વિસર્જન અને સ્થાપના કરી શકાશે. તે સિવાય સરકારે જાહેરાત કરી હતી કે સામાજિક કે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો 400 લોકોની ઉપસ્થિતિ કરી શકાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડીજે અને બેન્ડવાજા વગાડવા સરકારે મંજૂરી આપી છે. ગૃહ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો. કોરોના ગાઈડ લાઈનના આધારે ડી જે ની મંજૂરી મળી શકશે. તે સિવાય પરિપત્ર અનુસાર 15 વ્યક્તિની મર્યાદામાં ગણેશ વિસર્જન અને સ્થાપના કરી શકાશે.
તે સિવાય સરકારે જાહેરાત કરી હતી કે સામાજિક કે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો 400 લોકોની ઉપસ્થિતિ કરી શકાશે. તે સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવશે. રાજકીય કાર્યક્રમો માટે પણ ડીજે ને મંજૂરી મળી શકશે.
ગૃહ વિભાગે પરિપત્રમાં જણાવ્યું હતું કે ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ અને બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના મહત્તમ 50 ટકા વ્યક્તિઓ એકત્રિત રહી શકશે. ગણેશ મહોત્સવ સંબંધમાં ગૃહ વિભાગના તા 26 ઓગસ્ટ 2021ના હુકમની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અનુસાર ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડી.જે વગાડવાની જો મંજૂરી માંગવામાં આવશે તો કોરોના ગાઇડલાઇનના પાલન સાથે મંજૂરી આપવામાં આવશે.
રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત,ડાંગ,તાપી,નવસારી, દમણ ,દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હજી 40 ટકા વરસાદની ઘટ છે.
સુરતમાં હૃદય કંપાવતી ઘટનાઃ ટ્રેન નીચે પટકાતા યુવકના બંને પગ કપાઇ ગયા છતા ઘરે ફોન કરીને કહ્યું,....
હવે છોકરીઓ માટે ખુલશે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા, સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ