શોધખોળ કરો

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, ચાર દિવસ તોફાની વરસાદની આગાહી

Cyclone Alert: રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી

Cyclone Alert: રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

કેરી પકવતા ખેડૂતોને પાયમાલ થયા

ભારે પવન સાથે વરસાદે દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોને પાયમાલ કર્યા હતા. ભારે પવન સાથે વરસાદથી આંબા પરથી અસંખ્ય કેરીઓ ખરી પણ ગઈ છે. જેને કારણે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કેસરનો ભાવ એક જ દિવસમાં 400 રૂપિયા સુધી ગગડી 1100 આસપાસ થઈ ગયો છે. જ્યારે રાજાપુરીનો ભાવ 200 રૂપિયા સુધી ઘટી 600 આસપાસ છે. ખેડૂતોએ આ વર્ષે સારા પાકની આશા રાખી હતી. પણ આ અચાનક બદલાયેલા વાતાવરણથી ખેડૂતોની મહેનત વ્યર્થ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને લગભગ 30થી 40 ટકા સુધી નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Embed widget