Rain Forecast: આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ફરી મેઘરાજાનું આગામન, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ
વરસાદના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદનો અનુમાન છે. 7 અથવા 8મી જુલાઇથી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે.
Gujarat Weather: 2 જુલાઇ બાદ ગુજરાતમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. જો કે ફરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઇથી વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7મીથી વરસાદનો વધુ એક રાઉન્ડ રાજ્યમાં આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 7મી-8મીએ ભારે વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સિઝનનો 33 ટકા વરસાદ પડી ચૂક્યો છે. 39 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, નદીઓમાં પૂરની સ્થિતિ બનશેઃ અંબાલાલ પટેલ
ગુજરાતમાં ફરી એક વખત વરસાદ ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે. સાથે ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. જ્યારે નર્મદા નદીમાં હળવા પૂરની શક્યતા છે. વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની સારી આવક થશે. કચ્છના કેટલાક ભાગમાં વરાપ નીકળવાની શક્યતા છે.અંબાલાલ પટેલ અનુસાર આગામી જુલાઈ મહિનો ભારેથી અતિભારે વરસાદનો રહેશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે.
કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ
- અત્યાર સુધીમાં કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ
- અત્યાર સુધીમાં કચ્છમાં સિઝનનો 76.80 ટકા વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં ઉ.ગુજરાતમાં સિઝનનો 25 ટકા વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં સિઝનનો 14.82 ટકા વરસાદ
- અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 32.90 ટકા વરસાદ
- અત્યાર સુધીમાં દ.ગુજરાતમાં સિઝનનો 15.86 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 31.40 ટકા વરસાદ
- રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 11 ઈંચથી વધુ વરસાદ
- રાજ્યના એક તાલુકામાં વરસ્યો 40 ઈંચથી વધુ વરસાદ
- 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા રાજ્યના 35 તાલુકા
- 61 તાલુકામાં વરસ્યો 10થી 20 ઈંચ વરસાદ
- 114 તાલુકામાં વરસ્યો 5થી 10 ઈંચ સુધીનો વરસાદ
- 37 તાલુકામાં વરસ્યો બેથી પાંચ ઈંચ વરસાદ
- ત્રણ તાલુકામાં વરસ્યો બે ઈંચ સુધીનો વરસાદ