Weather Update: યૂપી સહિત આ રાજ્યમાં પૂરનો ખતરો, હજું ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
14 જુલાઈએ છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
Weather Update:હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર, આજે એટલે કે 14 જુલાઈએ છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
યૂપી ઉત્તરાખંડમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે તો ગુજરાત મધ્યપ્રદેશમાં પણ મધ્યમથી ભારે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું સક્રિય છે, જેના કારણે મહારાષ્ટ્ર,છત્તીસગઢ,માં અતિશય ભારે વરસાદનું અલર્ટ છે. દિલ્હી એનસીઆરમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
દેશના અન્ય રાજ્યોના હવામાનની (weather) વાત કરીએ તો દેશના પહાડી રાજ્યોમાં આજે ભારે વરસાદની heavy rain) ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાખંડ,અસમ,મેઘાલય,અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે.. તો મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ગોવા,તેલંગાણામાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મૂશળધાર વરસાદથી (heavy rain) જનજીવન પ્રભાવિત થયું છે. મેડિકલ કોલેજના ઈમરજન્સી, ઓપીડી વોર્ડમાં ભરાયા વરસાદી (rain) પાણી ભરાયા છે.. કોલેજના પ્રિન્સિપાલે બહાર આવવા માટે સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો છે.
શાહજહાંપુરમાં પૂરના (flood) પ્રકોપથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘર પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને પારાવાર નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો ઘરની છત પર રહેવા મજબુર બન્યાં છે. રાહત અને બચાવની કામગીરીમાં એનડીઆરએફ અને સેનાને લગાવાઇ છે.
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં પણ પૂરને (flood)ચારેય તરફ તબાહી છે.. નેપાળમાં ભારે વરસાદથી રાપ્તી નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારો જળમગ્ન થયા છે. પૂરની ચપેટમાં અસંખ્ય ગામડાએ આવ્યા છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં રાપ્તી નદી ખતરાના નિશાન પર વહી રહી છે રાપ્તી નદીના પૂરથી લગભગ 250 ગામડા પાણીમાં ડુબતા એક લાખ લોકો પ્રભાવિત થયા છે. લોકોની મદદ માટે NDRF અને SDRFની કામે લાગી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓનું જળસ્તર વધ્યું છે. સ્થાનિક પ્રશાસને 2025ના મહાકુંભ મેળાની તૈયારીઓ સ્થિગિત કરવાની ફરજ પડી છે. નદીઓના વધતા જળસ્તર પર સતત પ્રશાસન નજર રાખી રહ્યું છે.
ભારે વરસાદથી ઈટાવાનું અન્ડરપાસ જળમગ્ન થતા મુસાફરો ભરેલી બસ ફસાઈ હતી. બસની અંદર પાણી ભરાતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. .. મહામહેનતે બસને અન્ડરપાસમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ઉન્નાવમાં સતત વરસી રહેલા વરસાદથી (rain) ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી થોડે જ દુર છે ગંગા નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. ભારે વરસાદથી બરેલીમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતી છે. વરસાદી પાણી ભરાતા ખાટલા પર દર્દીને હોસ્પિટલની સ્થિતિ સર્જાઇ હતી. ખેડૂતોની હજારો એકર જમીન પર વરસાદના પાણી ફરી વળતાં પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.