પતંગ રસિયાઓ માટે સારા સમાચાર, પવનની ગતિને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે
અમદાવાદઃ ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ઉત્તરાયણ પર્વ પર સારો પવન રહેવાની શકયતા છે. હાલ રાજયમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ હાડ થીજવતી ઠંડી પડશે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે.
ઉત્તરાયણમાં ઠંડીના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે.આગામી 13-14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં છ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે.
Weather Update: ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ યથાવત, રાજધાની દિલ્હીમાં યેલ્લો એલર્ટ
India Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 11 થી 13 જાન્યુઆરીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પ્રભાવિત થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો છે.
Weather Forecast:કડકડતી ઠંડીના કારણે સમગ્ર ઉત્તર ભારત ધ્રૂજી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ છે. આગામી 2-3 દિવસ સુધી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. સોમવારની રાત્રે પણ ઘણી જગ્યાએ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. અંબાલા, હિસાર, બહરાઈચ અને ગયામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી.
બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલના દક્ષિણ ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં સોમવારે સતત પાંચમા દિવસે શીતલહેર નોંધાઈ હતી અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે.
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ
છેલ્લા એક દાયકામાં દિલ્હીમાં જાન્યુઆરીમાં આ સૌથી લાંબી કોલ્ડ વેવ છે. આ પહેલા છેલ્લી વખત જાન્યુઆરી 2013માં રાજધાનીમાં આવી ઠંડી પડી હતી. સમગ્ર દિલ્હી હાલમાં કોલ્ડવેવ અને ધુમ્મસની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 11 થી 13 જાન્યુઆરીની વચ્ચે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં પ્રભાવિત થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે.