શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતી કાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો ક્યા જિલ્લામાં થશે અસર

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

Gujarat Weather: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતી કાલથી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજસ્થાનની ઉપર બે, મધ્ય પ્રદેશ પર એક અને અરબ સાગર પર એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ ચાર સિસ્ટમ સક્રિય થતા કાલથી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આગામી પાંચ દિવસ ન માત્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.

12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તો 13મેના રોજ અરવલ્લી,સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર,નર્મદા, તાપી નવસારી અનેવલસાડમાં વરસાદ વરસી શકે છે.

તો 14 મેના રોજ  વલસાડ, નવસારી, ડાંગ, તાપી, બોટાદ, જામનગર, અમરેલી,ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

દેશને લઈ હવામાન વિભાગની આગાહી

પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશના અન્ય ભાગોમાંથી હીટવેવ ગઈ છે. એએનઆઈના અહેવાલ મુજબ, ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું કે, માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં હીટવેવ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં 10 મેના રોજ ગરમીનું મોજું ચાલુ રહેશે અને તે પછી તેમાં ઘટાડો થવાની સંભાવના છે. IMD અનુસાર, 12 મે 2024 ના રોજ મધ્ય, પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડું, વીજળી અને જોરદાર પવનની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળમાં 10 મે અને ઓડિશામાં 10 થી 12 મે દરમિયાન અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તે જ સમયે, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

10 મેના રોજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 10 મેના રોજ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં કરા પડવાની સંભાવના છે.

12 અને 13 મેના રોજ આંતરિક કર્ણાટક, કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. તેલંગાણાના રાયલસીમામાં 13 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં 10 થી 13 મે દરમિયાન વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે.

IMD અનુસાર, જો મેદાનો માટે મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ અને પહાડી વિસ્તારોમાં ઓછામાં ઓછું 30 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ સુધી પહોંચે છે, તો તે પ્રદેશ હીટવેવની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળોCM Bhupendra Patel: વડોદરાને CM ભૂપેન્દ્ર પટેલની  616 કરોડનાં વિકાસકાર્યોની ભેટPonzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપની ઓફિસોને તાળા, CID ક્રાઇમની તપાસ તેજPonzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપના એજન્ટ મયૂર દરજીનો વિદેશ યાત્રાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે, બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય  
18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે, બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય  
Multibagger Share: મલ્ટીબેગર PSU સ્ટોકે આપ્યું 2100% રિટર્ન, હવે 642 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો 
Multibagger Share: મલ્ટીબેગર PSU સ્ટોકે આપ્યું 2100% રિટર્ન, હવે 642 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો 
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
Embed widget