શોધખોળ કરો
Advertisement
રાજયમાં આગામી 3 દિવસ ઠંડીમાં થશે વધારો, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.
ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છના નલિયામાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભુજમાં 13.8, કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ફૂંકાઈ રહેલા પવનના પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં પહોંચ્યો છે. ગુજરાતમાં નલિયા સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. નલિયાનું તાપમાન 8.8 ડિગ્રીએ પહોંચ્યું છે.
રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ઠંડી વધવાને લઇને પણ લોકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion