રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. મહત્તમ તાપમાનમાં નહીં જોવા મળે કોઈ ખાસ ફેરફાર. કોઈ પણ વિસ્તારમાં હીટવેવની શક્યતા નથી. વિવિધ શહેરોમાં 41થી 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતવરણ સુકુ રહશે. વરસાદની આગાહી નથી. મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. હિટવેવની આગાહી નથી. પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. 41 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. પશ્ચિમ તરફથી હવા આવવાથી બફારો રહેશે.
હિટવેવની આગાહી નથી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે
હવામાન વિભાગ દ્વારા ગરમી અને બફારાને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે.
કાળઝાળ ગરમીમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું, જાણો શું કાળજી રાખવી જોઈએ
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. કાળઝાળ ગરમીમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. હિટવેવ અને કાળઝાળ ગરમી દરમિયાન નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધ અને અશકત અને બિમાર વ્યકિતઓએ તડકામાં ખાસ કાળજી રાખવી જોઈએ. સીધા સુર્યપ્રકાશથી બચવા માટે વારંવાર ઠંડા પીણા પીવા, લીંબુ સરબત, છાસ અને નાળિયેરનું પાણી તેમજ ખાંડ મીઠાનું દ્વાવણ અને ઓ.આર.એસ. પીવાનું રાખવું જોઈએ.
બપોરે 2થી 4 વાગ્યા સુધીના સમય દરમિયાન ઘરેથી બહાર નીકળવાનું ટાળવું
ગરમીમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીના સમય દરમિયાન ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીમાં માથાનો દુખાવો,શરીરનું તાપમાન વધી જવું, તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, બેભાન થઇ જવું અને લૂ લાગવાનાં મુખ્ય લક્ષણો છે. આ ગરમીમાં સ્વસ્થ રહેવા માટે કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્વાક્ષનું સરબત, રાત્રિ દરમિયાન કાળી દ્વાક્ષ સેવન કરવું જોઈએ.