આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર
Aam Aadmi Party: આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો.
અરવલ્લી: આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વોટ્સએપ ગ્રુપમાં રંગીન મિજાજી કાર્યકરે અશ્લીલ તસવીર વાઇરલ કરતા અન્ય સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતા ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ ડીલીટ કરવા અન્ય કાર્યકરોએ કહ્યું હતું. આ ઉપરાંત AAP જેવી પાર્ટીમાં આવા કાર્યકરો સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં ? આજે સોનિયા ગાંધી સાથે કરી શકે છે મુલાકાત
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેને લઈ સસ્પેંશ યથાવત છે. તેવામાં મિશન 2022 માટે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ લઈ શકે છે મહત્વનો નિર્ણય. નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્લી પહોંચ્યા છે અને નરેશ પટેલની આજે સોનિયા ગાંધી સાથે બેઠક મળી શકે છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી શકે છે અને આ બેઠક બાદ આજે સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. ગઈકાલથી જ નરેશ પટેલ દિલ્લીના પ્રવાસે છે. નરેશ પટેલની કૉંગ્રેસ હાઈકમાંડ સાથેની બેઠક પર પાટીદાર સમાજના આગેવાનોની નજર છે.
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત
સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે. છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે.
નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી હતી
નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી હતી. નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી હતી. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય. નરેશભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રશ્નનાં જવાબમાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે, સર્વે સમિતિનાં રીપોર્ટ બાદ આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.