રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવની શક્યતા, હિંમતનગર 45.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી
ચક્રવાતી તોફાન અસાની દેશના પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. હાલ તો વાવાઝોડું નબળું પડવાના સંકેત મળી રહ્યા છે.
![રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવની શક્યતા, હિંમતનગર 45.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી The possibility of a heatwave in the next five days in Gujarat, Himmatnagar is the hottest city in the state with 45.1 degrees રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટવેવની શક્યતા, હિંમતનગર 45.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/27/bf319e318f0290af82094240fdb58be6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્યમાં ગરમીનો કહેર યથાવત છે. સોમવારે સાબરકાંઠાનું હિંમતનગર 45.1 ડિગ્રી સાથે ગુજરાતનું હોટેસ્ટ સિટી રહ્યું. આજે પણ હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 44 ડિગ્રી સાથે અમદાવાદ પણ ધમધોખતા તાપમાં શેકાયું. અમદાવાદ સહિત 3 મુખ્ય 3 શહેરોમાં 44, અન્ય ચાર શહેરોમાં મહત્તમ 42 ડિગ્રી તાપમાન નોંધાયુ.
ગુજરાતના 10થી વધુ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ.હાલ ગુજરાતમાં ગરમ અને સુકા પવનોના કારણે પ્રચંડ ગરમીનું જોર યથાવત રહેશે. અમદાવાદ સહિતના શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. હજુ 3 દિવસ ગુજરાતમાં 42 ડિગ્રી આસપાસ સાથે હીટવેવની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં આજે પણ 44 ડિગ્રી તાપમાન રહેશે.
અસાની વાવાઝોડું
ચક્રવાતી તોફાન અસાની દેશના પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. હાલ તો વાવાઝોડું નબળું પડવાના સંકેત મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં માં અલર્ટ અપાયું છે. ઓડિશાના અનેક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ છે.
આંધ્રપ્રદેશના નિત્રાવટી ગામમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર નદી વહેલા લાગી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. આ સાથે ચેતવણી આપવામાં આવી રહી છે. તમામ માછીમારોને દરિયામાંથી પરત ફરવા અને લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના અપાઈ છે.
The Severe CS ‘Asani’ over Westcentral and adjoining southwest BoB moved west-northwestwards and lay centered at 2330 hours IST of yesterday over westcentral and adjoining southwest BoB 330 km southeast of Kakinada (Andhra Pradesh), 350 km south-southeast of Visakhapatnam. pic.twitter.com/CSapgUpsVO
— India Meteorological Department (@Indiametdept) May 9, 2022
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના દરેક કાર્યક્રમ રદ કરી દીધા છે. આગામી બે દિવસ સુધી મમતા બેનર્જી સચિવાલયથી અસાની વાવાઝોડાની સ્થિતિનું નિરીક્ષણ કરશે. અસાની આ વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું છે. આ પહેલાં 2021માં 3 ચક્રવાતી વાવાઝોડાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)