ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઈ મહેસુલ મંત્રીએ કરી મહત્વની જાહેરાત
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઈ ગૃહમાં મહેસુલ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, 17 હજાર મકાનોના નોંધણી થઈ ન હતી.
![ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઈ મહેસુલ મંત્રીએ કરી મહત્વની જાહેરાત The revenue minister made an announcement regarding the new houses built after the earthquake ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઈ મહેસુલ મંત્રીએ કરી મહત્વની જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/c3b73a423faea6894eaabe13708dbd80_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભૂકંપ (Earthquake) બાદ બનેલા નવા મકાનોને લઈ ગૃહમાં મહેસુલ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, 17 હજાર મકાનોના નોંધણી થઈ ન હતી. આ અંગે મહેસુલ વિભાગે સમિક્ષા કરી લગભગ 16 હજાર 600 મકાનો રેગ્યુલરાઈઝ થશે તેવી માહિતી આપી હતી. આ ઉપરાંત બાકી રહેલા મકાનો પણ રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. રેગ્યુલરાઈઝ થયા બાદ મકાન વેચી શકાશે તેવી માહિતી તંત્રએ આપી છે.
રોડ રસ્તાને લઈને સરકારની નવી જાહેરાત
ગુજરાતનાં ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારથી રોડ રસ્તાને લઈને લોકોની ફરિયાદો આવવા લાગે છે. વરસાદને કારણે રોડ પર ખાડા પડી જાય છે તો ક્યાંક તો રોડ જ દોવાઈ જાય છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો પણ ઉદભવે છે. જેને લઈને લોકોમાં ભારો રોષ જોવા મળે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.
માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણશ મોદીએ આજે ગૃહમાં જણાવ્યું કે, વરસાદના કારણે જે રોડ વિસ્તારમાં પાણી ભરાતું હશે એટલા ભાગના રોડને આરસીસી કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવવાના કારણે જ્યાં ડામરનો રોડ તૂટવાની ઘટનાં બને છે ત્યાં પણ આરસીસી બનાવવામાં આવશે. આજે પ્રશ્નોતરી દરમિયાન નિરંજન પટેલના સવાલ પર માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદીએ આ ડવાબ આપ્યો હતો.
હેલ્મેટને લઈન ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમો કડક થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે હેલ્મેટના પાલન મુદ્દે ખાતરી આપી હતી. ત્યારે હવે હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઈને નીકળતાં હોય તો ચેતી જજો. નહીંતર પોલીસ દંડ ફટકારશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)