શોધખોળ કરો

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો 20 સેમીનો વધારો, જાણો મહત્તમ સપાટીથી કેટલું દૂર છે પાણી

Gujarat Rain Update: ગુજરાત અને આસપાસના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારમે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.

Gujarat Rain Update: ગુજરાત અને આસપાસના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારમે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. બપોરે 3 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.80 મીટર નોંધાઈ હતી.

તમને જણાવી દઈએ કે,  સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 39,101 ક્યુસેક છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 46,729 ક્યૂસેક નોંધાઈ છે.  રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં પાણીની જાવક  10,859 ક્યૂસેક છે.  કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક 5,397 ક્યુસેક છે. આમ પાણીની આવક વધતા છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થયો છે.

નિચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અપાઈ સૂચના

તો બીજી તરફ ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.

એટલું જ નહીં ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા પશુઓને પણ આ વિસ્તારમા ન લઈ જવા સૂચના આપી છે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે ડેમમાં પાણીની આવકમાં હજુ પણ વધારો થઈ શકે છે.

આગામી 24 કલાકમાં રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સુરત, નવસારી તાપી ડાંગ માં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40થી45 કિમિ પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ રાજ્ય પર કોઇ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદનું અનુમાન છે. તેમજ હવે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget