ધોરણ સાતના વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં પહોંચી ચૂક્યા હતા અને કહેવામાં આવ્યુ પરીક્ષા રદ થઇ ગઇ છે
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોર્ડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રશ્નપત્રો ચોરાતા 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ સાતની પરીક્ષા સમગ્ર રાજ્યમાં રદ કરવામાં આવી છે.
આખા રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ કરવામાં આવી હોવા છતાં અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બેસાડી રાખવામાં આવી રહ્યા છે. વડોદરાના નવાપુરામાં આવેલી પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં ધોરણ 7 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં પહોંચી ગયા હતા પરંતુ પરીક્ષા રદ કરવામાં આવતા તેઓને બેસાડી રાખવામાં આવી રહ્યા છે. પરીક્ષા રદ કરી છતાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે. તે સિવાય મહેસાણા જિલ્લાના સાપાવાડા સ્કૂલમાં આજે 48 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પેપર રદ થતા બાળકોમાં નિરાશા વ્યાપી હતી. શિક્ષકે કહ્યું હતું કે સમગ્ર ઘટના ખૂબ જ ગંભીર છે. પેપર રદ થયાના સમાચાર મળતા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે.
RBIએ આપ્યો મહત્વનો નિર્દેશ, હવે બેંક ગ્રાહકોની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ નહીં કરી શકે બેન્ક
Investment Tips: બેન્કમાં ફિક્સ ડિપોઝીટ મૂકી રહ્યાં છો, તો જાણો આ ખાસ બાબતો, થશે જબરદસ્ત લાભ
MI vs CSK: મેં રન નહીં બનાયેગા.... રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થતાં લોકોએ મિમ્સ બનાવી ટ્રોલ કર્યો...