ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સુપ્રીમ કોર્ટે વિજય રૂપાણી સરકારને શું કર્યું ફરમાન ? બે દિવસમાં જ કરવો પડશે અમલ
ગુજરાત સહિતનાં ચારેય રાજ્યોમાં ડીસેમ્બર મહિનામાં સ્થિતી અત્યંત ગંભરી બની શકે છે એવી ચેતવણી પણ અપાઈ છે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશનાં ચાર રાજ્યોમાં કોરોનાની સ્થિતી અંગે સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રીપોર્ટ માંગ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સુપ્રીમ કોર્ટે આ ફરમાન કર્યું છે. ગુજરાતની વિજય રૂપાણી સરકારે બે દિવસમાં આ રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપવાનો રહેશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ અને દિલ્હી એ ત્રણ રાજ્યો મળીને કુલ ચાર રાજ્યોને બે દિવસમાં સ્ટેટસ રીપોર્ટ આપવા માટે સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું છે.
ગુજરાત સહિતનાં ચારેય રાજ્યોમાં ડીસેમ્બર મહિનામાં સ્થિતી અત્યંત ગંભરી બની શકે છે એવી ચેતવણી પણ અપાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં વિજય રૂપાણી સરકારે અમદાવાદમાં 60 કલાકનો સંપૂર્ણ કરફ્ લાદી દીધો હતો. આ ઉપરાંત રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યું લદાયો છે. આ ચાર શહેરોમાં દિવસના કેટલાક કલાકો દરમિયાન પણ કરફ્યુ લદાઈ શકે છે એવી અટકળો પણ વહેતી થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટનું ફરમાન મહત્વનું છે.
ગુજરાતમાં તહેવાર બાદ ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 1495 નવા કેસ નોંધાયા હતા. રાજયમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 859 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 167 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે રાજયમાં કુલ 63 હજાર 739 ટેસ્ટ થયા છે. રાજયમાં હાલ 13 હજાર 600 એક્ટિવ કેસ છે. જેમાં 13 હજાર 507 દર્દીઓની હાલત સ્થિર છે તો 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે.ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
