રાજ્યના ખેડૂતો માટે આવ્યા ખરાબ સમાચાર, આ વિસ્તારોમાં વરસાદની કરાઇ આગાહી
રવિ પાકના વાવેતર સમયે જ રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં લો- પ્રેશર સક્રિય થતા આગામી ત્રણથી ચાર દિવસ વરસાદની આગાહી કરી છે
ગાંધીનગરઃ રવિ પાકના વાવેતર સમયે જ રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં લો- પ્રેશર સક્રિય થતા આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના મતે આગામી ત્રણ- ચાર દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
વલસાડ રેલ્વેમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ થશે
સામૂહિક દૂષ્કર્મના મામલે રેલ્વે આઈજી સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું છે. વલસાડ રેલ્વેમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની આજે ફરીયાદ દાખલ થશે. યુવતીએ આત્મહત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દુષ્કર્મ થયું હોવાનું હજુ ફલિત થયું નથી તેમ છતાં ત્રણ વ્યક્તિઓ હાથ પગ બાંધી ઝાડીમાં લઈ ગયા તે હકીકત તપાસમાં બહાર આવી. ઝાડીમાં લઈ જવાની ઘટના તે જ આત્મહત્યા માટે દૂષ્પ્રેરણા છે. ત્રણ ઈસમો હોવાનુ તપાસ મા બહાર આવ્યુ છે.
વિશેરા રિપોર્ટ આવ્યા છે, તેમા પોઈઝનનુ પ્રમાણ જોવા નથી મળ્યુ. એફએસએલ રીપોર્ટ આવવાનો બાકી છે. અનેક લોકોની પુછપરછ કરી છે. વહેલી તકે સમગ્ર મામલો બહાર લાવીશુ. સરકારે આ ગુનાને ગંભીરતાથી લીધો છે અને એટલે જ આઈજીના સુપરવિઝનમાં તપાસ થઈ રહી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટી સફળતા મળી છે. હવે આ કેસમાં ગમે ત્યારે પોલીસે મોટો ધડાકો કરી શકે છે. પીડિતાનો રેલ્વે સ્ટેશને પીછો કરતા ઈસમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો છે. સુરત રેલ્વે સ્ટેશન પર પીડિતાનો પીછો કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફુટેજના આધારે ઈસમને શંકાસ્પદ તરીકે ઉઠાવ્યો છે.