શોધખોળ કરો

પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં બદલીનો ગંજીપો ચીપાશે, IAS બાદ IPSની બદલીઓ નિશ્ચિત

ખાસ કરીને મહેસાણા, આણંદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની ખાલી પડેલી જગ્યાએ નિયુક્તિઓની સાથે સાથે સુરત રેન્જ આઈજી ચંદ્રશેખરના CBIમાં ડેપ્યુટેશન બાદ પણ ખાલી પડેલી જગ્યાઓને લઈને નિયુક્તિઓ થશે.

Transfer in Police Department: મંગળવારે સાંજે કલેક્ટરો અને DDO સહિત 50 IAS અધિકારીઓની સામૂહિક બદલી બાદ હવે ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગમાં સામૂહિક બદલીઓના ઓર્ડરની તૈયારી થઈ ચૂકી છે. આગામી બે દિવસમાં પોલીસ વિભાગમાં બદલીઓના સામૂહિક આદેશની શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા એકસાથે IAS બાદ IPSની બદલીઓ નિશ્ચિત છે.

ખાસ કરીને મહેસાણા, આણંદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની ખાલી પડેલી જગ્યાએ નિયુક્તિઓની સાથે સાથે સુરત રેન્જ આઈજી ચંદ્રશેખરના CBIમાં ડેપ્યુટેશન બાદ પણ ખાલી પડેલી જગ્યાઓને લઈને નિયુક્તિઓ થશે. ફેબ્રુઆરી મહિનામાં જ સુરત પોલીસ કમિશ્નર અજય તોમર નિવૃત થવાના છે ત્યારે સુરત કમિશ્નરને લઈને પણ અનેક ચર્ચાઓ છે. કુલ મળીને કમિશ્નરેટ, જિલ્લા એસપી અને રેન્જમાં પણ મોટા ફેરફારની શક્યતા જણાઈ રહી છે સૂત્રોની જાણકારી પ્રમાણે બદલીના આદેશની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીના કાર્યાલયની લીલીઝંડી મળતા જ બદલીના ઓર્ડર કરાશે.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાટે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મોટાભાગના DDO અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  બદલી કરાઈ છે. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે બદલી કરાઈ છે.

રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી

  • અમદાવાદના DDO એમ.કે.દવેને ગાંધીનગર કલેક્ટર બનાવાયા
  • મોરબીના કલેક્ટર જીટી પંડ્યાને દ્વારકાના કલેક્ટર તરીકે બદલી
  • જામનગર કલેક્ટર બીએ શાહની વડોદરા કલેક્ટર તરીકે બદલી
  • નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા કલેક્ટર તરીકે બદલી
  • સૌરભ પારધીને બનાવાયા સુરત કલેક્ટર
  • રાજકોટ કોર્પોરેશનના ડે.કમિશ્નરની છોટાઉદેપુર કલેક્ટર તરીકે બદલી
  • ગૃહ વિભાગના સેક્રેટરીની દાહોદ કલેક્ટર તરીકે બદલી
  • કિરણ ઝવેરીની મોરબી કલેક્ટર તરીકે બદલી
  • AMC ડે.કમિશ્નર નેહાકુમારીની મહીસાગર કલેક્ટર તરીકે બદલી
  • મોરબીના ડીડીઓની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી
  • નવસારીના કલેક્ટરની ખેડા કલેક્ટર તરીકે બદલી
  • ટુરીઝમના એમડી આયુષ સંજીવને સુરતના કલેક્ટર બનાવાયા
  • રાજકોટના ડેપ્યુટી કમિશ્નરને છોટાઉદેપુરના કલેક્ટર બનાવાયા
  • વડોદરાના કલેક્ટર એબી ગોરની પણ બદલી
  • જામનગરના કલેક્ટરને વડોદરા કલેક્ટર તરીકે બદલી
  • કિરણ ઝવેરીને મોરબીના કલેક્ટર બનાવાયા
  • AMCના ડેપ્યુટી કમિશ્નરને મહીસાગરના કલેક્ટર બનાવાયા
  • મોરબીના ડીડીઓને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા
  • વલસાડના કલેક્ટરની નવસારી કલેક્ટર તરીકે બદલી
  • બનાસકાંઠા ડીડીઓની રાજકોટ ડેપ્યુટી કમિશ્નર તરીકે બદલી
  • અમદાવાદ ડીડીઓની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી
  • વડોદરા કલેક્ટર એબી ગોરને CMOમાં OSD તરીકે બદલી
  • અમરેલીના ડીડીઓની શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે બદલી
  • જૂનાગઢના કોર્પોરેશન કમિશ્નરને સુરેંદ્રનગરના ડીડીઓ બનાવાયા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget