શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રનું આ પાર્ક આજથી મુલાકાતીઓ માટે ખુલશે, જાણો ગીર અભયારણ્ય ક્યારથી અનલોક થશે
દસ વર્ષથી ઓછી વયના બાળકો તથા ૬૫ વર્ષથી વધુ વયના વડીલોને મૂલાકાતની પરવાનગી નહી આપવામાં આવે.
જૂનાગઢઃ લોકડાઉનના સમયથી બંધ રહેલું દેવળીયા પાર્ક આજથી અને ગીર અભયારણ્ય 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. પર્યટકો કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ દેવળીયા પાર્ક તથા ગીર અભયારણ્યની મૂલાકાત લઈ શકશે.
હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે. પ્રવાસીઓ વેબસાઇટ પરથી જ પરમીટ બુક કરાવી શકશે. મુલાકાત દરમિયાન સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. દેવળીયા પાર્ક, ગીરની મૂલાકાત વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
દસ વર્ષથી ઓછી વયના બાળકો તથા ૬૫ વર્ષથી વધુ વયના વડીલોને મૂલાકાતની પરવાનગી નહી આપવામાં આવે. સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વાહનોમાં બેઠક ક્ષમતા 50 ટકા કરવામાં આવશે.
સક્કરબાગ અને દેવળીયા પાર્ક શરૂ થતાં પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થવાની આશા છે. માત્ર ગીરમાં જ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વનવિભાગ અને સરકારને દર મહિને ગીરમાંથી એક કરોડની આવક થાય છે, ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા ગીરને લઈને ક્યાંક વન વિભાગ અને સરકારને પણ નુકશાની વેઠવી પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement