Rajkot: આઘારકાર્ડ રાશનકાર્ડ સાથે લીંક ન કરાવનાર, 33 હજાર પરિવારને ન મળ્યું અનાજ, જાણો શું છે નિયમ
31 માર્ચ સુધીમાં આધારકાર્ડને રાશનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ છે.. જેમણે નથી કરવાવ્યું તેવા રાજકોટ જિલ્લાના 33 હજાર પરિવાર અનાજ વિહોણા રહ્યાં.
Rajkot News:1 માર્ચ સુધીમાં આધાધાર કાર્ડ લિંક રાશન કાર્ડ સાથે લીંક કરવાનું હતું. જેમણે નથી કરાવેલ તેવા રેશનકાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે રાજકોટ શહેરમાં 20 હજાર તેમજ જિલ્લામાં 33 હજાર કાર્ડ ધારકોને સસ્તા દરે મળતું અનાજ ન મળ્યું. રાજકોટ, જામનગર, અમરેલી,જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દ્વારકા,ભાવનગર,સુરેન્દ્રનગર,ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં લિંક ન કરનાર રાશનકાર્ડ ધારોકની આ જ સ્થિતિ છે. આટલું જ નહિ પરીવારમાંથી એક કે બે વ્યક્તિને આધારકાર્ડ ન હોય તો તેનું રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે. જો કે આ મુદ્દે સસ્તા અનાજ એસોસિએશનના હોદેદારોએ વિરોધ કર્યો છે. સરકાર તાત્કાલિક ગરીબોના હિતમાં નિર્ણય કરે તેવી એસોસિયેશનની માંગ છે.
સરકારે લાભાર્થીઓને આધાર સાથે રાશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ આપી છે. જિલ્લામાં રેશનકાર્ડમાં થતી છેતરપિંડી અટકાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આધાર સીડીંગની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
અત્યાર સુધીમાં 82 ટકા લાભાર્થીઓનું રેશનકાર્ડ આધાર સીડીંગ કરવામાં આવ્યું છે. બાકીના 18 ટકા લાભાર્થીઓએ આ નાણાકીય વર્ષમાં તેમના રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે. જો લાભાર્થીઓ તેને આધાર સાથે લિંક નહીં કરે તો તેમનું રેશનકાર્ડ રદ થઈ શકે છે.
ગયા વર્ષે જ, આધાર કાર્ડ સાથે લિંક ન હોય તેવા રેશનકાર્ડને રદ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ આવા લાભાર્થીઓને હવે 31 માર્ચ 2024 સુધી આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તક આપવામાં આવી છે.
જો આ વખતે પણ બાકીના લાભાર્થીઓ આધાર લિંક નહીં કરે તો તેમનું રેશનકાર્ડ પણ રદ થઈ શકે છે. તમામ પીડીએસ વિક્રેતાઓ અને બ્લોક સપ્લાય ઓફિસરોને આધાર સાથે લિંક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.