વાવાઝોડાથી કચ્છમાં હજારો કરોડોનું નુકસાન, ૪૩ હજાર અસરગ્રસ્તને ૧.૯૧ કરોડની કેશડોલ્સ ચૂકવાઈ
પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો હતો. તો જિલ્લામાં ૨૯ ટીમોએ આંશિક નુકસાન પામેલા ૧૨૦ બોટોનો સર્વે કર્યો છે.
Cyclone Damage in Kutch: વાવાઝોડાના કારણે કચ્છમાં નુક્સાની થતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 748 ટીમોએ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરી છે. તો આ તરફ ૪૩ હજાર ૨૩૪ લાભાર્થીઓને કેશડોલ્સની રકમની ચૂકવણી કરવામાં આવી છે. કાચા અને પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો હતો. તો જિલ્લામાં ૨૯ ટીમોએ આંશિક નુકસાન પામેલા ૧૨૦ બોટોનો સર્વે કર્યો છે. કાચા પાકા મકાનોમાં ૧૫ ટકાથી વધુ નુકશાન હશે તો તેને સહાય આપવામાં આવશે.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૭૪૮ ટીમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ૪૩,૨૩૪ લાભાર્થીઓને કેશડોલ્સની રકમનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. કાચા પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો છે.
કચ્છ ઉપર ત્રાટકેલા ચક્રવાતથી બે હજાર કરોડના નુકસાનનો અંદાજ છે. વાવાઝોડાના કારણે સૌથી મોટું નુકસાન બાગાયતી ખેતીને ૬૦૦ કરોડથી વધારે ફટકો પાડયો છે. ૮૦ હજાર થાંભલા, ૪૦ ટાવર , ૧૪ હજાર ટ્રાન્સફોર્મર બળી જવાથી ૨૧૦ કરોડનું ધોવાણ થયું છે. મીઠાના અગરો ડૂબી જવાથી હજારો ટન મીઠું તણાઈ જતાં ૬૦૦ કરોડોનો જથ્થો પાણીમાં ગરક થયો છે. પ્રાથમિક તબક્કે સરકાર દ્વારા ૪૩ હજાર અસરગ્રસ્ત ને ૧.૯૧ કરોડની કેશડોલ્સ આપવામાં આવ્યું છે.
આ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં મીનીમમ લોસ થાય તે માટે રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે આગોતરું આયોજન કર્યું હતું. આ આયોજન અને સૌના સાથ સહકારથી આજે ગુજરાત આટલા ભયાવહ ચક્રવાત સામે બાથ ભીડી શક્યું છે. વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 6486 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડું પસાર થઇ ગયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી અત્યાર સુધીમાં 5753 ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે બાકીના ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. જેના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ રૂ. 1 કરોડ 23 લાખ 82 હજાર જેટલી કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જ્યારે હજુ પણ કેશડોલ્સ ચૂકવવાની કામગીરી ચાલી રહી છે.
Join Us on Telegram: https://t.me/abpasmitaofficial