સૌરાષ્ટ્રની કઈ ભાજપ શાસિત પાલિકામાં થયું ભંગાણ? 3 નગર સેવેકોએ રાજીનામું આપી દેતાં ખળભળાટ
પાલિતાણા નગરપાલિકામાં ભાજપના 3 નગરસેવકે રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપતા દોડધામ મચી છે.
ભાવનગરઃ પાલિતાણા નગરપાલિકામાં ભાજપના 3 નગરસેવકે રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપતા દોડધામ મચી છે. વોર્ડમાં કામ ના થતા હોવાની નારાજગી તેમજ અંદોરો અંદરનુ રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા છે. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે તેથી કામ બાબતની પણ નારાજગી હોવાનુ ચર્ચાય રહ્યું છે.
વોર્ડ નંબર-૧ ના ત્રણ કોર્પોરેટરો અજયભાઈ રાજુભાઈ જોષી, રોશનબેન રસુલભાઈ અબડા, કિરણબેન ગોવિદમલ કુકડેજાએ રાજીનામા ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ભાજપના ત્રણ નગરસેવકે અચાનક રાજીનામું આપતા ભાજપ સંગઠનમાં દોડધામ મચી જવા પામી છે. હાલ ત્રણેય નગરસેવકોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
Doctors Strike : અમદાવાદમાં સતત આઠમાં દિવસે ડોક્ટરો હડતાળ પર, 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા આદેશ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળનો આજે આઠમો દિવસ છે. સિનિયર-જુનિયર ડોકટરોને આજે હોસ્ટેલ ખાલી કરવી પડી શકે છે. પ્રશાસન દ્વારા 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા નોટિસ અપાઈ છે. 900 જેટલા સિનિયર-જુનિયર તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસને ધ્યાને ન લેવાને લઇને પ્રશાસન કરી શકે છે કાયદેસરની કાર્યવાહી.
1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સ તરીકે ગણવાની તબીબોની માંગ છે. બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવા માંગ છે. બોન્ડની માંગણી અંગે જુનિયર તબીબો છેલ્લા એક સપ્તાહથી હડતાળ ઉપર છે. અગાઉ પણ બીજે મેડિકલ કોલેજના ડિન દ્વારા અપાઈ હતી નોટિસ. બુધવાર સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો જાહેર કરાયો પરિપત્ર.
વડોદરામાં સિનિયર રેસિડેન્ટ તબીબોની હળતાળ અવિરત ચાલું છે. ગઈ કાલે તબીબો દ્વારા એપ્રોન અને માસ્ક પહેરી વિરોધ નોંધાવાયો હતો. યોગ કરી અનોખી રીતે નોંધાવ્યો વિરોધ. વધતા જતા કોરોના કેસ વચ્ચે તબીબોની હડતાળ યથાવત. રેસિડેન્ટ તબીબો પોતાની માંગને લઈને અડગ છે. કોવિડમાં 17 મહિના ની કામગીરીને બોન્ડ સ્વરૂપે ગણવામાં આવેની માંગ કરાઈ છે.