શોધખોળ કરો
જામનગરઃ બોલેરોએ ટક્કર મારતાં 3 પદયાત્રીઓના મોત, એકની હાલત ગંભીર
મોરકંડા નજીક બોલેરોએ રસ્તા પર જઈ રહેલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન નીપજ્યું હતું.

તસવીરઃ મોરકંડા નજીક બોલેરોએ રસ્તા પર જઈ રહેલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન નીપજ્યું હતું.
જામનગરઃ મોરકંડા નજીક માલવાહક વાહક બોલેરોએ અડફેટ લેતા ૩ લોકોના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો. 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પીએમ માટે ખસેડ્યા હતા. તેમજ ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, મોરકંડા નજીક બોલેરોએ રસ્તા પર જઈ રહેલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન નીપજ્યું હતું. જ્યારે હજુ એક વ્યક્તિની હાલત ગંભીર છે.
વધુ વાંચો





















