શોધખોળ કરો
Advertisement
ઝાલોદ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 ભાઈઓનાં મોત, ટ્રકે 20 ફૂટ સુધી ઢસડ્યા હતાં
દેપાડા ગામના આશિષ મનુભાઈ પરમાર, જયેશ મનુભાઈ પરમાર અને પિતરાઈ ભાઈ મયુર સુરેશ પરમાર દાહોદ ઉતરાયણની ખરીદી માટે જઈ રહ્યા હતાં તે સમયે ઝાલોદ તરફ આવતી ટ્રકે કાળીમહુડી ગામે બાઈઈને ટક્કર મારી.
ઝાલોદઃ તાલુકાના કાળીમહુડી પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. ત્યાર બાદ બાઈક સવાર ડમ્પરની સાથે 20 ફૂટ સુધી ઘસડાયા હતાં. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
દેપાડા ગામના આશિષ મનુભાઈ પરમાર, જયેશ મનુભાઈ પરમાર અને પિતરાઈ ભાઈ મયુર સુરેશ પરમાર દાહોદ ઉતરાયણની ખરીદી માટે જઈ રહ્યા હતાં તે સમયે ઝાલોદ તરફ આવતી ટ્રકે કાળીમહુડી ગામે બાઈઈને ટક્કર મારી હતી. ટ્રકે ટક્કર માર્યા બાદ બાઈક પર સવાર ત્રણેય યુવકો 20 ફૂટ સુધી ઘસડાયા હતા જેના કારણે ત્રણેય યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ બનાવમાં ઝાલોદ આઈટીઆઇમાં અભ્યાસ કરતાં આશિષ, લીમડી કુમાર શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતા જયેશ અને ધાનપુરની એકલવ્ય મોડેલ શાળાના છઠ્ઠા ધોરણમાં ભણતાં પિતરાઈ ભાઈ મયુરનું મોત થયું હતું.
ધાનપુર એકલવ્ય મોડેલ શાળામાંઅભ્યાસ કરતો મયુર ઉતરાયણનો પર્વ કરવા માટે શનિવારે જ રજા લઇને ઘરે આવ્યો હતો. જેથી પિતરાઇ ભાઇઓએ ઉતરાયની ખરીદી માટેનો પ્લાન બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement