શોધખોળ કરો

તૃણમૂલ કૉંગ્રેસના સાંસદે જૈન સમાજ માટે અભદ્ર ટીપ્પણી કરતા જૈન સમાજમાં નારાજગી, જાણો શું કરાઈ માંગ

તૃણમુલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ગઈકાલે સંસદમાં જૈન સમાજના યુવાનો માટે અભદ્ર ટીપ્પણી કરતા નવસારી જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે.  

નવસારી:  તૃણમુલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ગઈકાલે સંસદમાં જૈન સમાજના યુવાનો માટે અભદ્ર ટીપ્પણી કરતા નવસારી જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે.   જૈન સમાજના યુવક-યુવતીઓ છૂપી રીતે માંસ મચ્છીનો આહાર કરે છે એવી ટીપ્પણી કરતાં વિવાદ થયો છે.   જૈન સમાજના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. 

સાંસદ મહુઆ મોઈત્રાએ જૈન સમાજની જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી છે.  સાંસદ મહુઆ મોઈત્રા જાહેરમાં માફી ન માંગે તો આગામી દિવસોમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. 

આ સમગ્ર વિવાદને લઈ ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલે કહ્યું કે  તૃણમૂલ કૉંગ્રેસના સાંસદે જૈન સમાજની માફી માંગવી જોઈએ.  TMC સાંસદને ભાજપ કડક શબ્દોમાં વખોડે છે. 

ભાજપના ધારાસભ્યનો ગૃહમંત્રીને પત્ર, પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાના લાગાવ્યા ગંભીર આરોપ 

રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર સામે રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલનો આરોપ છે કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લઈ રહ્યા છે. ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ તંત્રમાં હડકંપ મચાવે તેવો હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. તેમણે એક ફરિયાદીની FIR ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્‍સો માગ્યો હોવાનો આરોપ મુકયો છે. આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget