શોધખોળ કરો
જૂનાગઢઃ મેંદરડામાં એક જ પરિવારના ચાર સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, જિલ્લામાં આજે કેટલા નવા કેસ નોંધાયા?
મેંદરડામાં એક જ પરિવારના બે પુરુષોને કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. પપ અને ૨૫ વર્ષના બે પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અગાઉ આ જ પરિવારના બે લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર.
જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે જૂનાગઢમાં નવા ચાર કેસ નોંધાયા છે. આજે મેંદરડામાં બે અને જૂનાગઢ શહેરમાં બે કેસ નોંધાયા છે. મેંદરડાની વાત કરીએ તો એક જ પરિવારના બે પુરુષોને કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. પપ અને ૨૫ વર્ષના બે પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અગાઉ આ જ પરિવારના બે લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ, એક જ પરિવારના ચાર સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢમાં કુલ 47 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25658 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1592 પર પહોંચ્યો છે. ગઈ કાલે 389 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17829 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગર- 11, ભરુચ-9, જામનગર- 7, આણંદ-6, અરવલ્લી 5, પાટણ-5, ભાવનગર 4, બનાસકાંઠા 3, નવસારી 3, સાબરકાંઠા 2, પંચમહાલ 2, અમરેલી 2, રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા, મોરબીમાં 1-1 કેસ અને અન્ય રાજ્યના 2 કેસ નોંધાયા છે.
વધુ વાંચો





















