PM Modi Gujarat Visit :પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આપી ચેતવણી, 'આંતકવાદના કાંટાને હવે કાઢીને જ રહીશું'
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે કયાં વિશેષ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે, જાણીએ સમગ્ર શિડ્યુલ અને અપડેટ્સ

Background
PM Modi Gujarat Visit Live: ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે. તેમના 2 દિવસિય પ્રવાસમાં અનેક વિકાસના કાર્યોનું લોકાપર્ણ કરવાનો નિર્ઘાર છે. ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી ઉર્જાથી ભરેલા દેખાયા. પીએમ મોદીએ કચ્છની ધરતી પરથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. પીએમ મોદીના સંદેશમાં ચેતવણીની સાથે સલાહ પણ શામેલ હતી. વડોદરા, દાહોદ અને અમદાવાદની સાથે ભુજમાં પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
પહેલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, 22 એપ્રિલના રોજ, ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન સામે સીધો બદલો લીધો. 10 મેના રોજ યુદ્ધવિરામ પછી પીએમ મોદીએ પંજાબના આદમપુર બેઝની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે રાજસ્થાનના બાડમેરની પણ મુલાકાત લીધી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ સવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાતની ધરતી પર ઉતરતા જ વડોદરામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા પછી, પીએમ મોદી દાહોદ અને પછી કચ્છના ભૂજ ગયા. કચ્છની ધરતી પરથી પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો, પીએમ મોદીએ કહ્યું, ખુશીથી જીવન જીવો, રોટલી ખાઓ, નહીંતર મોદીની ગોળી તો તૈયાર જ છે. પીએમ મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યા કે આતંકવાદ સામે 'ઓપરેશન સિંદૂર' ચાલુ રહેશે. કચ્છ પછી જ્યારે પીએમ મોદી અમદાવાદ પાછા ફર્યા, ત્યારે ગાંધીનગર જતા માર્ગ પર તેમનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું.
26 મે સાથે શું જોડાણ છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. જો આ રીતે જોવામાં આવે તો, જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચ્યા ત્યારે તેમણે પ્રધાનમંત્રી તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા. 2014ની ચૂંટણી જીત્યા બાદ વડોદરામાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી પીએમ મોદી દિલ્હી ગયા હતા. ત્યારબાદ વડોદરામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે માત્ર એક સંયોગ હતો કે બરાબર 11વર્ષ પછી, પીએમ મોદી ફરી એકવાર વડોદરા પહોંચ્યા જ્યાં ઓપરેશન સિંદૂર માટે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે પીએમ મોદી બીજી વખત પીએમ બન્યા, ત્યારે તેમણે 30 મેના રોજ શપથ લીધા. તેમણે 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા.
પીએમ મોદીએ પાકિસ્તાનને આપ્યો સ્પષ્ટ સંદેશ
પીએમ મોદીની આ ગુજરાત મુલાકાત ઘણી બધી બાબતો માટે યાદ રહેશે. તેમણે વડોદરા પછી દાહોદ ખાતે રેલ એન્જિન ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું અને પ્રથમ 9000 HP એન્જિન ભારતને સમર્પિત કર્યું. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ગુજરાતને 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો ભેટ આપશે. જે પાકિસ્તાનને આપવામાં આવેલી નાણાકીય સહાય (લોન) કરતા અનેક ગણી વધારે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા સમયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જ્યારે ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
દેશનો સિંદૂરીયા મિજાજ યથાવત રહેશે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, "સિંદૂરીયા મિજાજ યથાવત રહેશે, ઓપરેશન સિંદૂર જનતાના બળથી આગળ વધશે, સૈન્ય બળ અને જનશક્તિથી ઓપરેશન સિંદૂર આગળ વધશે, વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરો. દુ:ખની વાત તો એ છે કે આપણે ત્યાં ગણપતિની મૂર્તિ પણ વિદેશથી આવે છે. વિદેશી વસ્તુઓ ધરમાં કેટલી છે તેની યાદી બનાવો તો ખ્યાલ આવશે કે આપણે સ્વદેશીને અવગણીને વિદેશી કેટલી વસ્તુનો વધુ ઉપયોગ કરીએ છીએ" . વિદેશી વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા પીએમ મોદીએ અપીલ કરી છે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર 140 કરોડ નાગરિકોના દીલમાં છે
આપણે પાડોશીઓનું સુખ ઈચ્છીએ છીએ પરંતુ....:PM મોદી
પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિ વિશે વાત કરતા કહ્યું કે, આપણે પાડોશીઓનું સુખ ઈચ્છીએ છીએ, આ પાકિસ્તાન સાથે પ્રોક્સી વોર નહી યુદ્ધ છે.
These terrorist activities are not just a proxy war: PM Modi exposes hypocrisy of Pakistan following Operation Sindoor
— ANI Digital (@ani_digital) May 27, 2025
Read @ANI Story | https://t.co/T5FeF9Du4h#PMModi #Pakistan #OpSindoor pic.twitter.com/0WYWLGbQOA





















