શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર ગુજરાતના ટોચના સહકારી આગેવાન-વેપારીનું કોરોનાના કારણે નિધન, દોઢ મહિનાના જંગ પછી કોરોના સામે હાર્યા
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતના સહકારી ઈગેવાન અને ટોચના વેપારી કોરાનાના કારણે મોતને ભેટ્યા છે. ઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાના કરણે નિધન થયુ
મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતના સહકારી ઈગેવાન અને ટોચના વેપારી કોરાનાના કારણે મોતને ભેટ્યા છે. ઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાના કરણે નિધન થયુ છે
શિવમ રાવલને દોઢ મહના પહેલાં કોરોના થયો હતો. છેલ્લા દોઢ મહિનાથી રાવલ કોરોના સામે જંગ લડી રહ્યા હતા. અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાવલનું શનિવારે મોજી રાત્રે નિધન થયું હતું. કોરોના સામે જંગ લડી રહેલા શિવમ રાવલના નિધનના સમાચારથી સમગ્ર ઊંઝા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
ઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલને કોરોના થતાં તેમના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી દેવાઈ હતી. જો કે મોડી રાત્રે તબિયત લથડતા રાત્રે 2 વાગે નિધન થયું છે.
ઉંઝા APMCના ચેરમેન અને ધારાસભ્ય તેમના સતત સંપર્કમાં હતા. તેમનેસારામાં સારી સારવાર મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં હતાં પણ આ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion