Gujarat News: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ઘરમાં યુવતી સાથે હતા ને પત્નિએ પહોંચીને કર્યો તમાશો, નેતા પોલીસ પોલીસ બૂમો પાડતા રહ્યા.........
Congress: મધ્ય ગુજરાતના એક દિગ્ગજ નેતાના ઘરે તેમની પત્ની પહોંચી ત્યારે તેમના ઘરમાં અન્ય યુવતી મળી આવતા રાતભર હોબાળો થયાના અહેવાલો ખાનગી વેબ પોર્ટલ ઉપર વહેતા થયા છે.
અમદાવાદઃ એક દિગ્ગજ નેતા નો પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવતા ગુજરાત કોંગ્રેસ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ છે. મધ્ય ગુજરાતના એક દિગ્ગજ નેતાના ઘરે તેમની પત્ની પહોંચી ત્યારે તેમના ઘરમાં અન્ય યુવતી મળી આવતા રાતભર હોબાળો થયાના અહેવાલો ખાનગી વેબ પોર્ટલ ઉપર વહેતા થયા છે. અહેવાલો પ્રમાણે આ નેતાનો તેમની પત્ની સાથે લાંબા સમયથી પારિવારિક અને સંપત્તિને લઇ ઝઘડો ચાલી રહ્યો છે.
જે વીડિયો વેબ પોર્ટલ ઉપર અપલોડ થયો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે તેમાં નેતાને તેમની પત્ની જબરદસ્ત ખખડાવતી નજરે પડી રહી છે. નેતા પોલીસ બોલાવું પોલીસ બોલાવું તેવી બૂમો પાડતા રહે છે અને આખો તમાશો રેકોર્ડ થયો છે. આ વીડિયો એબીપી અસ્મિતાને હાથ પણ લાગ્યો છે. પરંતુ આ પારિવારિક ઝગડો હોવાના કારણે જ્યા સુધી પ્રતિક્રિયા નહિ આવે અને સ્પષ્ટતા નહિ થાય ત્યાં સુધી અમે તે નેતાનું નામ અને દ્રશ્યો સીધી રીતે દર્શાવી નથી રહ્યા. પરંતુ જાહેર જીવનના આ વ્યક્તિ હોવાના કારણે નૈતિક મૂલ્યોની પણ ચકાસણી જરૂરી છે ત્યારે આશા રાખીએ કે નેતા તેમજ કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવે.
12 માર્ચ પછી પહેલીવાર અમદાવાદમાં 34 સહિત ગુજરાતમાં કોરોનાના 45 કેસ
ગુજરાતમાં 12 માર્ચ પછી પહેલીવારમંગળવારે અમદાવાદમાં સૌથી વધુ 34 સહિત રાજયમાં કોરોનાના નવા 45 કેસ નોંધાવા પામ્યા છે. મોટેરા ખાતે યોજાયેલી આઈ.પી.એલ.ની મેચમાં એકઠી થયેલી મેદનીને લઈ કોરોનાના કેસ હજુ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમ ખાતે આઈ.પી.એલ.ની બે મેચ રમાઈ હતી.આ બંને મેચ દરમ્યાન મોટી સંખ્યામાં ક્રીકેટ ચાહકો સ્ટેડીયમમાં ઉમટી પડયા હતા.કોરોના સંક્રમણની સ્થિતિ બે વર્ષ બાદ વેકિસનેશન ઉપરાંત ટેસ્ટીંગ સહિતના અન્ય પ્રયાસોથી કાબૂમાં આવતી જોવા મળી હતી ત્યાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.અમદાવાદમાં સૌથી વધુ 34 કેસ નોંધાયા જે સામે 24 દર્દીઓ સાજા થવા પામ્યા હતા.ઉપરાંત ગાંધીનગર અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના બે-બે કેસ નોંધાયા હતા.ઉપરાંત મહેસાણા અને વલસાડમાં પણ કોરોનાના બે-બે કેસ નોંધાયા હતા.ગીર સોમનાથ,વડોદરા અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.