શોધખોળ કરો

Kutch: આડેસર નજીક એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત

કચ્છમાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.

કચ્છ:  કચ્છમાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર એક ટ્રેલરની પાછળ બીજુ ટ્રેલર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતની ઘટના બાદ થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. 

આ અકસ્માતમાં ફરિયાદીએ  નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મુન્‍દ્રા પોર્ટમાં માલ ખાલી કરવા જઈ રહ્યા હતાં આ સમય દરમિયાન કચ્છના આડેસર પાસે  ટ્રેઈલર પાછળ પૂરપાટ ઝડપે આવતું અન્ય  ટ્રેલર  અથડાયું હતું. આ અકસ્માત ખૂબ જ ભયંકર હતો. 

આ અકસ્માતમાં એટલી જોરદાર ટક્કર લાગી હતી કે પાછળથી અથડાયેલા  ટ્રેલરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેને કારણે તેની અંદર ટ્રેલર ચલાવી રહેલ ડ્રાઈવર  અને ક્‍લીનર બંને દબાઈ ગયા હતા અને  તેમના કમકમાટીભર્યા મોત થયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરી પાછળથી આવતા ટ્રેલર ચાલક સામે બેદરકારીભર્યા ડ્રાઈવિંગનો ગુનો દાખલ કર્યો છે.

સુરતમાં બેફામ દોડતા ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા 28 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત

સુરત: શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ટ્રકે એકનો ભોગ લીધો છે. ભાઠેના સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર નજીક ટ્રકની અડફેટે આવતા મોપેડ સવારનું મોત નિપજ્યું છે. બેફામ દોડતા ટ્રકે મોપેડને પાછળથી એટલી જોરથી ટક્કર મારી કે, ૨૮ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ગોંડલમાં મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર

રાજકોટ: જિલ્લાના ગોંડલના મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા પીધી હતી. ટડા સાંગાણી રોડ પર આવેલા રોયલ પાર્કમાં રહેતા અને મુથુટ ફાઈનન્સમાં નોકરી કરતા હરેન જાની નામના યુવકે ઝેરી દવા પીધી હતી. ખાંડાધર રોડ પર પોતાની કારમાં ઝેરી દવા પિતા સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરજ બજાવીને પરત ઘરે જતાં GRD જવાનનું હાર્ટ અટેકથી મોત

બોટાદ:હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી અચાનક જ મોત થયું છે. બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45વર્ષિય  કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત થયું છે. નાની વયના લોકોમાં હાર્ટ અટેકથી મોતની આજકાલ અવારનવાર ઘટના બની રહી છે. સુરતમાં સતત ત્રીજા દિવસે હાર્ટ અટેકથી મોતની ઘટના બની છે. સુરત બાદ બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45 વર્ષિય કાનજીભાઇને હાર્ટ આવતા મોત થઇ ગયું, ગઢડા ના ટાટમ ગામે રાત્રી દરમ્યાન ફરજ બજાવી ઘરે ફરતા સમયે પોતાના ગામના  ગોરડકા બસ સ્ટેન્ડ નજીક  પહોંચતાં  જ અચાકન તેમને હાર્ટ એટેક આવી જતાં પોલીસસ કર્મીનું મોત નિપજ્યું છે. પોલીસ કર્મીના મોતના સમાચારથી પરિવાર અને પોલીસ બેડમાં શોક વ્યાપી ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget